તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
અમરેલી જિલ્લામાં મેઘરાજાની પધરામણીઃ સર્વત્ર વાવણી જોગ વરસાદ
અમરેલીમાં પોણા બેઇંચ, રાજુલામાં પોણા બે, કુકાવાવમાં સવા, બગસરામાં બે, લીલીયામાં એક ઈચ વરસી જતા ખેડૂતો ખુશખુશાલ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨: સૌરાષ્ટ્રમાં અલનીનોના કારણે વર્ષ નિષ્ફળ થવાની દહેશતવચ્ચે મેઘરાજાએ મોડી પણ ધમાકેદાર એન્ટ્રી કરતા સર્વત્ર એકથી ચાર ઇંચ જેટલું પાણી વરસાવી દેતા જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે.
અમરેલી જિલ્લામાં ખેત આધારિત આ વિસ્તારમાં પણ સાલ એક આખો માસ વરસાદ નવ વર્ષતા લોકોના જીવ અધર ચડી ગયા હતા. સખત ઉકલાટ અને બફારો અસહસ્ય બની ગયો હતો તેવી સ્થિતિમાં હરકોઈ કુદરત સમક્ષ પ્રાર્થના કરવા લાગ્યા હતા. ત્યારે ખેડૂતોને પણ આ વર્ષ નિષ્ફળ જવાની દહિષત સેવાઈ રહી હતી પરિણામે હીરામાં મંદિ અને ખેત આધારિત આ જિલ્લા સાવ આર્થિક રીતે આ વર્ષ નબળું જવાની સંભાવના વચ્ચે મેઘરાજાએ મોડી પણ ધમાકેદાર એન્ટ્રી કરતા સર્વત્ર ખુશી વ્યાપી જવા પામી હતી ગઈકાલે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો એ ઘેરો ગાલ્યો હતો અને ઠંડો પવન સાથે ધીમીધારે બપોરના ૩:૩૦ કલાક પછી વરસાદ વરસવાનું શરૂ થતા અઢી કલાક સુધી સર્વત્ર પાણી ઠાલવી દીધું હતું અમરેલીમાં પોણા બેઇંચ રાજુલામાં પોણા બે ઇંચ કુકાવાવ બાબરા લીલીયામાં ઝાપટાબગસરામાં બે ઇંચ ઉપર ખાંભા જાફરાબાદમાં લાઠીમાં જાપટા સ્વરૂપે વરસી ગયો હતો જ્યારે ધારી સાવ કોરુ રહ્યો હતો. સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવતા નાના-મોટા ચેક ડેમોમાં પાણીની આવક પણ થવા પામી હતી મોડે મોડે મેઘરા જાય મહેર કરતા આ વર્ષ ખેડૂતોને ખેતજનસ સુધરવાની આશા વ્યક્ત કરી હતી. અમરેલીમાં પ્રથમ વરસાદમાં નવા બનેલા રોડ ઉપર સેન્ટર પોઇન્ટ જૂનું નાનું બસ સ્ટેન્ડ સહિત નાના-મોટા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા તંત્રની પોલ ખુલ્લી હતી. પ્રથમ વરસાદમાં શહેરીજનો નાહવાનો લાભ લેવા નાના મોટા બાઈકો ઉપર નીકળી પડ્યા હતા
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
