તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
અમરેલી જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી: રાજુલા પંથકમાં વરસાદી ઝાપટું પડતાં સ્થાનિકોમાં રાહતની લાગણી
વરસાદના કારણે ખેડૂતોમાં પણ આશા જાગી અને આગામી દિવસોમાં સારો વરસાદ થાય તેવી અપેક્ષા

અમરેલી જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. રાજુલા પંથકમાં આજે વરસાદી ઝાપટું પડતાં સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી હતી. રાજુલા શહેરમાં સારા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ઉકળાટમાંથી રાહત મળી હતી.
રાજુલા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. અચાનક વરસાદ શરૂ થતાં રસ્તા પર અવરજવર કરતા લોકોને પણ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, વરસાદનું પ્રમાણ વધારે સમય સુધી ન રહેતાં પાણીનો નિકાલ પણ થવા લાગ્યો હતો.
લાંબા સમયથી વરસાદના વિરામને કારણે રાજુલા પંથકના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન આજે પડેલા વરસાદી ઝાપટાથી લોકોને રાહત મળી છે. વરસાદના કારણે ખેડૂતોમાં પણ આશા જાગી છે અને આગામી દિવસોમાં સારો વરસાદ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજુલા સહિત અમરેલી જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ બને છે કે નહીં તેના પર સૌની નજર છે. ખાસ કરીને ખેડૂતો માટે સમયસર વરસાદ ખૂબ જ મહત્વનો હોવાથી વધુ સારા વરસાદની આશા રાખવામાં આવી રહી છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
