<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ : મહુવા પંથકમાં વાતાવરણમાં પલટો : બગદાણા અને મોણપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

મેઘરાજાના આશીર્વાદ વરસતા ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા: આગામી દિવસોમાં ખેતીમાં મોટો ફાયદો થવાની આશા સેવાઈ રહી છે.

 ભાવનગર જિલ્લામાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. જિલ્લાના મહુવા તાલુકામાં કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને બગદાણા તેમજ મોણપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું. હાલના તબક્કે ગામડાઓમાં ખેતીના પાક માટે વરસાદની ખૂબ જ તાતી જરૂરિયાત હતી, તેવામાં મેઘરાજાના આશીર્વાદ વરસતા ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે. જો આ જ પ્રમાણે વરસાદ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં ખેતીમાં મોટો ફાયદો થવાની આશા સેવાઈ રહી છે.

(7:20 PM IST)