<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

જામકંડોરણમાં ભરઉનાળે વરસાદી માહોલ સર્જાયો :ખડુડા, ચરેલ, બાલાપર ગામમાં વરસાદ વરસ્યો

ગાજવીજ અને ભારે પવન સાથે જામકંડોરણમાં વરસાદ. બપોર બાદ એકાએક આકાશમાં ઘેરાયા કાળા વાદળો

રાજકોટના જામકંડોરણમાં ભરઉનાળે વરસાદી માહોલ સર્જાયો છે. જામકંડોરણના ખડુડા, ચરેલ, બાલાપર ગામમાં વરસાદ વરસ્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે જામકંડોરણમાં વરસાદ વરસ્યો હતો . બપોર બાદ એકાએક આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા  કાચા રસ્તાએ પર વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી હતી માવઠાના કારણે ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે .

(8:44 PM IST)