<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

ખંભાળિયા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો :સલાયામાં બપોર બાદ વાતાવરણમાં પલટો, વરસાદી ઝાપટાં

વડાલિયા સિંહણ, વાડીનાર અને સુતારીયા પંથકમાં વરસાદ :ગરમી અને ઉકળાટથી ત્રસ્ત લોકોને વરસાદથી રાહત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જળસંકટ વચ્ચે મેઘરાજાની પધરામણી થઈ છે. ખંભાળિયા તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો છે. બે મહિનાની રાહ બાદ તાલુકામાં ધીમીધારે છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. વડાલિયા સિંહણ, વાડીનાર અને સુતારીયા પંથકમાં વરસાદ હતો. સલાયામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને  વરસાદી ઝાપટાં પડ્યા હતા  ગરમી અને ઉકળાટથી ત્રસ્ત લોકોને વરસાદથી રાહત મળી હતી દુષ્કાળના ભણકારા વચ્ચે વરસાદી ઝાપટાંથી થોડી રાહત થઇ છે .

(5:49 PM IST)