તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
અમરેલીના ખાંભા અને ધારી ગીર પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ
ખાંભા ગીર ઇંગોરાળા, અનિડા, મોટા સમઢિયાળા સહિત ગામોમાં વરસાદ માહોલ: ધારી ગીરના વિરપુર,ગઢીયા સહિત ગામોમાં પણ વરસાદ ઝાપટા

અમરેલીના ખાંભા અને ધારી ગીર પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ રહયો છે. ખાંભા ગીર ઇંગોરાળા, અનિડા, મોટા સમઢિયાળા સહિત ગામોમાં વરસાદ માહોલ છે. ધારી ગીરના વિરપુર,ગઢીયા સહિત ગામોમાં પણ વરસાદ ઝાપટા. ખાંભા ગીર પંથકમાં અચાનક સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે. ઇંગોરાળા અને અનિડા ગામના રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. મુરઝાતા કપાસ, મગફળી સહિત પાકને જીવનદાન મળતા જગતનો તાત ખુશખુશાલ થયો છે
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
