તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 30th May 2026
પોરબંદરમાં ૭ર લાખનું ફ્રોડ કરનાર રાજસ્થાની મહિલાને મુંબઇ જઇને પોલીસે ઝડપી લીધી

પોરબંદર તા. ૩૦: ગુન્હાના આરોપીઓએ વિદેશ જવાની લોભામણી લાલચો આપી ખોટા વિઝા ફ્રોડના ડોકયુમેન્ટ ઉભા કરી ફરી. તથા સાહેદો સાથે રૂ.૭૨,૫૦,૦૦૫/-( બોતેર લાખ પચાસ હજાર પાંચ) નુ ફોડ કરી નાશી જઇ ગુન્હો કરેલ હોય જે ગુન્હાના આરોપી શુભ્રા આચાર્યની ગુન્હાહીત કુંડળી તપાસતા અલગ-અલગ રાજય તથા ગુજરાત રાજયના જીલ્લાઓમાં કુલ-૬ ગુન્હાઓ નોંધાયેલ હોય જેમા ઉપરોકત આરોપી શુભ્રા આચાર્યની બોર્ડર રેન્જ ( સી.આઇ.ડી.ક્રાઇમ બોર્ડર ઝોન) બી.એન.એસ. ક.૩૧૬(૨) વિ. મુજબના ગુન્હામાં પણ આરોપી લાલશાહીથી નાસતા ફરતા હોય જેથી પો.સ.ઇ. પી.બી.ગોજીયાનાઓની ટીમ રાજસ્થાન રાજયમાં રવાના થયેલ જેઓએ સઘન તપાસ કરતા આરોપી ત્યાથી નાશી ગયેલ જેઓનો ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસથી તપાસ કરતા આરોપી હાલ મહારાષ્ટ્ર (મુંબઇ) ખાતે હોવાનુ માલુમ પડતા તુરત જ ઉપરી અધિકારીઓની સુચના તથા રાહબરી હેઠળ આરોપી શુભ્રા ડો/ઓ ભાનુપ્રકાશ આચાર્ય ઉ.વ.૫૪ રહે.હાલ- બ્લોક નં. એફ-૩૨૩, સી.એચ.એસ. ૭ બંગ્લોઝ અંધેરી વેસ્ટ મુંબઈ (મહારાષ્ટ્ર) મુળ- આનંદ મંગલ એપાર્ટમેન્ટ, ટી-૨ બ્લોક બસંતમાર્ગ જયપુર (રાજસ્થાન)વાળીને અંધેરી વેસ્ટ મુંબઇ (મહારાષ્ટ્ર) ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ર રીમાન્ડ મેળવી આરોપીને ઉપરોકત કમલબાગ પોલીસ સ્ટેશનના ગુન્હામા અટક કરેલ તથા બોર્ડર રેન્જ ( સી.આઇ.ડી.ક્રાઇમ બોર્ડર ઝોન)ના લાલશાહીથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવેલ છે.
આ કામગીરીમાં કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર શ્રી આર.જે.રામ તથા પો.સ.ઇ. પી.બી.ગોજીયા તથા પો.કોન્સ. ધર્મેશ ભાવુભાઇ સોલંકી તથા પ્રવીણ બાલુભાઇ પોરીયા વિ. પોલીસ સ્ટાફ જોડાયેલ હતા.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
