તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ વતન ગોંડલના લીલાખા ગામે પરિવાર સાથે કર્યું મતદાન
લોકશાહીના મહાપર્વમાં સહભાગી થઈ નિભાવી નાગરિક ફરજ, મતદારોને વધુમાં વધુ મતદાન કરવા કરી અપીલ; કહ્યું- મજબૂત લોકતંત્ર માટે દરેક મત જરૂરી

ગોંડલ તા.૨૬ : રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ રવિવારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત પોતાના વતન ગોંડલ તાલુકાના લીલાખા ગામે પરિવાર સાથે ઉત્સાહભેર મતદાન કર્યું હતું.
લીલાખા ગામના મતદાન મથકે પહોંચીને જિલ્લા ભાજપ પ્રમુખે લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થઈ નાગરિક તરીકેની ફરજ નિભાવી હતી. મતદાન બાદ તેમણે જણાવ્યું કે, ગ્રામ પંચાયતથી લઈને મહાનગરપાલિકા સુધીની ચૂંટણીઓ ગામ-શહેરના વિકાસની દિશા નક્કી કરે છે.
તેમણે વધુમાં કહ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જ રસ્તા, પાણી, વીજળી, સફાઈ જેવી પાયાની સુવિધાઓ લોકો સુધી પહોંચે છે. તેથી મજબૂત લોકતંત્ર અને વિકાસલક્ષી નેતૃત્વ માટે દરેક મતદારે અચૂક મતદાન કરવું જોઈએ.
અલ્પેશભાઈ ઢોલરીયાએ રાજકોટ જિલ્લાના તમામ મતદારોને અપીલ કરતાં જણાવ્યું કે, પોતાના વિસ્તારના ઉજ્જવળ ભવિષ્ય માટે ઘરની બહાર નીકળીને મતદાન કરીએ અને લોકશાહીને વધુ સશક્ત બનાવીએ.(તસવીર:ભાવેશ ભોજાણી-ગોંડલ)
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
