તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
રાજકોટ-જેતપુર હાઇવે પર મેઘરાજા મહેરબાન: વીરપુર, ગોંડલ, જેતપુરમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ : ચરખડી પાટિયા પાસે વીજળી પડી : જુઓ વિડીયો
ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો : અચાનક વરસેલા વરસાદને કારણે હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

રાજકોટ, તા. 21 : ગઈકાલે સાંજના સમયે સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રાજકોટ-જેતપુર હાઈવે પર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.
મળતી માહિતી મુજબ, સાંજના સમયે વીરપુર (જલારામ), ગોંડલ, ચોરડી, જેતપુર સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. અચાનક વરસેલા વરસાદને કારણે હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
દરમિયાન, ચરખડીના પાટિયા પાસે વીજળી પડવાની ઘટના પણ બની હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધો હતો ત્યારે ગઈકાલે પડેલા આ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
