<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

ટંકારા નજીક 12 નાલા પાસે રાજકોટ-મોરબી રોડ પર અકસ્માત: બંધ ડંપર પાછળ ઇકો ઘૂસી જતા બે યુવકો ગંભીર ઘાયલ

અકસ્માત બાદ રાહદારીઓ દોડ્યા, 108 અને પોલીસે તાકીદે સારવારમાં ખસેડી ટ્રાફિક ક્લિયર કર્યો

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા, તા. 5  : ટંકારાના ભાગોળે 12 નાલા નજીક રાજકોટ-મોરબી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રોડ પર ઉભેલા બંધ ડંપરની પાછળ પૂરપાટ ઝડપે આવતી ઇકો કાર ઘૂસી જતા ડ્રાઇવર અને બાજુમાં બેઠેલા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે.

 

અકસ્માત થતાં જ આસપાસના રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને 108ને જાણ કરી હતી. 108ની ટીમે તાકીદે પહોંચી બંને ઘાયલોને સારવાર માટે ખસેડ્યા હતા. દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં હોવાથી થાણા અધિકારી અને ડી-સ્ટાફના જમાદાર સહિતનો સ્ટાફ પણ તાકીદે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘાયલોને સારવાર અર્થે ખસેડી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

 

અકસ્માતમાં ઇકો કારનો આગળનો ભાગ બુરી રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. ઇકો કારમાં સવાર બન્ને યુવાનોની ઓળખ અંગે હજુ વધુ વિગતો મળી નથી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(9:55 AM IST)