<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

રાજકોટ RPFની પ્રામાણિકતા મુસાફરની રૂા.૫૭,૩૬૦ની કિંમતની બેગ સુરક્ષિત પરત સોંપી

જામનગરમાં ટ્રેનમાં છૂટી ગયેલી લેપટોપ બેગ ખંભાળિયાથી મળી, DRMએ કર્મચારીઓની કર્તવ્‍યનિષ્ઠાને બિરદાવી

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૬: પヘમિ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળે પોતાની સતર્કતા અને પ્રામાણિકતાનો પરિચય આપતા એક મુસાફરનો ખોવાયેલો કિંમતી સામાન સુરક્ષિત પરત કરીને પ્રશંસનીય કામગીરી કરી છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્‍યા મુજબ, તા. ૪ મે ૨૦૨૬ના રોજ વહેલી સવારે ૦૪:૫૦ વાગ્‍યે જામનગર RPF પોસ્‍ટ પરથી માહિતી મળી હતી કે ટ્રેન નંબર ૨૨૯૭૦ ડાઉન બનારસ-ઓખા એક્‍સપ્રેસના કોચ B/3, બર્થ નંબર 63 પર એક મુસાફરની બેગ જામનગર સ્‍ટેશને ઉતરતી વખતે છૂટી ગઈ છે.

માહિતી મળતાં જ આસિસ્‍ટન્‍ટ સબ-ઇન્‍સ્‍પેક્‍ટર મોહનલાલ શર્મા અને કોન્‍સ્‍ટેબલ અરશીભાઈએ ખંભાળિયા સ્‍ટેશને સવારે ૦૫:૪૫ વાગ્‍યે ટ્રેન આવતા જ સંબંધિત કોચમાં તપાસ કરી હતી. ત્‍યાંથી મુસાફરની કાળા રંગની લેપટોપ બેગ સુરક્ષિત હાલતમાં મળી આવી હતી. તુરંત મુસાફરનો સંપર્ક કરી તેને RPF પોસ્‍ટ, ખંભાળિયા ખાતેથી સામાન મેળવી લેવા જણાવાયું હતું.

મુસાફર દિનેશ કુમાર, ઉં.વ. ૨૮, રહે. બલિયા, ઉત્તર પ્રદેશ સવારે ૦૯:૩૦ વાગ્‍યે હાજર થયો હતો. તેણે જણાવ્‍યું કે તે PNR નંબર ૨૮૩૨૬૭૩૬૪૬ હેઠળ બનારસથી જામનગર સુધી મુસાફરી કરી રહ્યો હતો અને ઉતરતી વખતે બેગ ટ્રેનમાં જ રહી ગઈ હતી.

બેગમાં ડેલ કંપનીનું લેપટોપ, લેડીઝ પર્સ, રોકડ રકમ, એરબડ્‍સ અને ટ્રિમર સહિત કુલ રૂા.૫૭,૩૬૦ની કિંમતનો સામાન હતો. જરૂરી કાર્યવાહી બાદ સવારે ૧૦:૪૫ વાગ્‍યે સામાન મુસાફરને સુરક્ષિત સોંપી દેવાયો હતો. પોતાનો સામાન પાછો મળતા મુસાફર RPFનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

રાજકોટ ડિવિઝનના DRM ગિરિરાજ કુમાર મીના અને ડિવિઝનલ સિકયોરિટી કમિશનર કમલેશ્વર સિંહે સંબંધિત રેલવે કર્મચારીઓની તત્‍પરતા, પ્રામાણિકતા અને કર્તવ્‍યનિષ્ઠાની પ્રશંસા કરી હતી. આ ઘટના RPFની ઉત્‍કળષ્ટ કાર્યશૈલી અને મુસાફરોની સુરક્ષા પ્રત્‍યેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.

(10:57 AM IST)