<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

તાલાલાની મંગેતરે સગાઇ તોડવાનું કહેતાં રાજકોટના યુવાનનો આપઘાતનો પ્રયાસ

પોપટપરામાં રહેતાં જુલ્‍ફીજે કપડા ધોવાનું લિક્‍વીડ પી લીધું

રાજકોટ તા. ૧૪: પોપટપરામાં ઠાકરશી પાન પાસે રહેતાં જુલ્‍ફીજ હનીફભાઇ મજદુલ (ઉ.વ.૨૧) નામના યુવાને કપડા ધોવાનું લિક્‍વીડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી.

જુલ્‍ફીજ બે ભાઇમાં નાનો છે અને શો રૂમમાં નોકરી કરે છે. તેની સગાઇ તાલાલાની યુવતિ સાથે બે વર્ષ પહેલા થઇ છે. જો કે હવે યુવતિ સગાઇ તોડી નાંખવાનું કહેતી હોઇ તેને માઠુ લાગતાં આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.

(10:52 AM IST)