તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
રાજુલામાં દિવાળીના તહેવાર પહેલા ખાદ્ય સુરક્ષાને લઈ તંત્ર એક્શનમાં: શહેરની 15થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ
પ્રાંત અધિકારીની આગેવાની હેઠળ ફૂડ સેફ્ટી, તોલમાપ વિભાગ અને મામલતદાર સહિતના અધિકારીઓની સંયુક્ત ટીમોએ ચેકીંગ કર્યું :કેટલીક હોટલોમાંથી પનીર સહિતની ખાદ્ય સામગ્રીનો નાશ કરાયો

અમરેલીના રાજુલામાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ખાદ્ય સુરક્ષાને લઈ તંત્ર એક્શનમાં આવ્યું છે. રાજુલા પ્રાંત અધિકારીની આગેવાની હેઠળ ફૂડ સેફ્ટી, તોલમાપ વિભાગ અને મામલતદાર સહિતના અધિકારીઓની સંયુક્ત ટીમોએ શહેરની 15થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું.
આ કાર્યવાહી દરમિયાન હોટલ-રેસ્ટોરન્ટમાં વપરાતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા, સ્વચ્છતા અને નિયમોના પાલન અંગે તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલીક હોટલોમાંથી પનીર સહિતની ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. દિવાળીના તહેવાર દરમિયાન લોકોને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાંત અધિકારીએ રાજુલાના તમામ ફૂડ ધંધાર્થીઓને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા કડક સૂચના આપી છે. તંત્રની આ કાર્યવાહીથી શહેરના હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
