તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
રાજુલાના ચારનાળા બ્રિજ પર રોડ ફાટી ગયો!
ભાવનગર સોમનાથ હાઇવે પર નબળી ગુણવત્તાના દ્રશ્યો સામે આવ્યા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૩: સૌરાષ્ટ્રમા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવેની કામગીરી જ્યારથી શરૂ થય ત્યારથી વિવાદો અને નબળી ગુણવત્તાની ફરિયાદો ઉઠી રહી છે કામ પૂર્ણ થયા બાદ સતત ભ્રષ્ટાચારના દ્રશ્યો સામે આવે છે સતત થીંગડા મારવા માટેની કામગીરી ચાલતી હોય છે આ વચ્ચે રાજુલા જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તાર માંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર પ્રથમ વરસાદે નેશનલ હાઇવેના કોન્ટ્રાક્ટરોની પોલ ખુલી ગઈ છે અહીં રાજુલા ઉના તરફ જતા ચારનાળા નજીક આવેલ બ્રિજ પર ભયાનક દ્રશ્યો નબળી ગુણવત્તાના દ્રશ્યો સામે આવ્યા છે અહીં પહેલા વરસાદે અહીં CC રોડ ઉપર મોટી તિરાડો પડી રીતસર હાઇવે ફાટી ગયો છે થોડા દિવસ પહેલા જ્યાં સમારકામ કરી થીગડા બુર્યા હતા તે જ જગ્યા પર રોડ ફરીવાર ફાટી જવાના કારણે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમ છતાં ઓથોરિટીના ઓફિસરો દ્વારા તપાસ કરવામાં આવતી નથી.
મોટાભાગે બ્રિજ પર
તિરાડો પડી ગઈ
આ રીતે મોટાભાગે બ્રિજ પર તિરાડો પડી મહુવાથી રાજુલા ઉના સુધી અનેક બ્રિજ અને રોડ ઉપર નબળા કામો છે ત્યારે કેન્દ્ર સરકાર આ નબળા કામો અંગે તપાસ ટીમની રચના કરી યોગ્ય તપાસ કરવામા આવે તો કામ કરતા કોન્ટ્રાકટરો અને સુપરવિઝન કરતા કર્મચારીઓ જવાબદાર અધિકારીઓ સામે મોટી કાર્યવાહી થય શકે છે.
વાહન ચાલકોએ
રોષ વ્યક્ત કર્યો
ચાલક અનિરૂદ્ધભાઈ વરૂએ જણાવ્યુ બ્રિજ ચારથી પાંચ વાર રીપેરીંગ કરેલ છે મોટી તિરાડો પડી છે હવે જે તે સમયે સામાન્ય મેન્ટેનન્સ કરી મૂકી દે છે હવે તિરાડોનું પ્રમાણ વધી રહ્યુ છે.
બાઇક ચાલક પ્રવીણસિંહ પરમારએ જણાવ્યું ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેની હાલત તો જુવો તમે કેવડી તિરાડો પડી કામ પૂરું થયું એને વર્ષ દિવસ થયું હાલ આટલી મોટી તિરાડો પડી ગઈ છે ભ્રષ્ટાચાર છે જે સરકારી અધિકારી હતા તેને જોવું જોઈએ પબ્લિકના પેસે બધું બને છે મેન્ટેનન્સ જુવો પબ્લિક હેરાન થાય અકસ્માત થશે તો જવાબદાર કોણ છે?.
કાર ચાલક પ્રિતેશભાઈએ જણાવ્યુ આ નબળી કામગીરી સ્થળ ઉપર જોવા માટે સરકાર તપાસ ટીમ મોકલે કામ કરનારા કોન્ટ્રાકટર અને અને આનું બિલ આપનાર અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ વાંરવાર સાંધા મારે છે આ જિલ્લાના સ્થાનિક જવાબદાર અધિકારીઓ જાતે નિરીક્ષણ કરવાની જરૂર છે.
ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જણાવ્યું મેં અગાવ પત્ર પણ લખ્યા છે આ બાબતે કેન્દ્રીય મંત્રીનું ધ્યાન પણ દોર્યું છે રજૂઆતો કરી છે આ બાબતે તપાસ થવી જોઈએ આ નેશનલ હાઇવે ઉપર તો અનેક નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યો છે
અમરેલી જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજનો સંપર્ક કરતા કહ્યું આ બાબતે નેશનલ ઓથોરિટીને ધ્યાને મુકું છુ
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
