<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

પેરા કોમનવેલ્થમાં ભાવનગરનો રાકેશ ભટ્ટ કરશે દેશનું પ્રતિનિધિત્વ

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાનારી પેરા કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદગી થતા રાજ્યમાં ઉત્સાહનો માહોલ

સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાનારી આગામી 'પેરા કોમનવેલ્થ ટુર્નામેન્ટ' માટે ભાવનગર જિલ્લાના એક યુવાનની પસંદગી કરવામાં આવી છે. મોટી બાબરિયાત ગામનો વતની અને ગુજરાતનો એકમાત્ર ખેલાડી રાકેશ ભટ્ટ હવે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

રાકેશ ભટ્ટ પેરા કોમનવેલ્થ ગેમ્સમાં 100 મીટરની દોડમાં ભાગ લેશે. આ ગૌરવપૂર્ણ ક્ષણ માટે રાકેશ છેલ્લા ત્રણ મહિનાથી સખત પરિશ્રમ અને તૈયારી કરી રહ્યો છે. તેની આ મહેનત અને સમર્પણ જ છે કે આજે તે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરવા જઈ રહ્યો છે.

રાકેશ ભટ્ટની સિદ્ધિઓમાં અત્યાર સુધીમાં 9 જેટલી મોટી ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યો છે. તેણે રાષ્ટ્રીય સ્તરે પોતાના દમ પર 15 ગોલ્ડ અને 18 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેણે ભારતનો તિરંગો લહેરાવતા 3 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ પોતાના નામે કર્યા છે. એક નાના ગામમાંથી નીકળીને આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચેલા રાકેશ ભટ્ટનો આ સંઘર્ષ અને સિદ્ધિઓ અન્ય દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે. સમગ્ર ગુજરાત તેને ગ્લાસગોમાં ઉજ્જવળ સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે.

(10:50 PM IST)