<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

કચ્છ જનજાગૃતિ અભિયાન દ્વારા સરહદ ઉપર બીએસએફના જવાનો સાથે રક્ષાબંધનનું પર્વ ઉજવાયું : ઝિંદા શહીદ મનિંદરસિંઘ બિટ્ટાની વિશેષ ઉપસ્થિતિ

ઋષભભાઈ મારુના નેતૃત્વમાં કચ્છ જન જાગૃતિ અભિયાન-વાપી ક.વી.ઓ. જૈન સમાજના ૨૫ કાર્યકરો દ્વારા કચ્છની ભારત - પાક સીમા પર તૈનાત BSFના જવાનો સાથે રક્ષાબંધન પર્વની ભાવપૂર્ણ ઉજવણી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯ :  ઋષભભાઈ મારુના નેતૃત્વમાં કચ્છ જન જાગૃતિ અભિયાન તથા વાપી ક.વી.ઓ. જૈન સમાજના ૨૫ કાર્યકરો દ્વારા આજે કચ્છની ભારત - પાક સીમા પર તહેનાત BSFના જવાનો સાથે રક્ષાબંધન પર્વની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમમાં ઋષભભાઈ મારુના મિત્ર અને ‘ઝિંદા શહીદ’ તરીકે જાણીતા મનીનંદરસિંઘ બિટ્ટા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સરહદ પર દેશની રક્ષા કરતા આપણા જવાનો સાથે રક્ષાબંધનનો આ પાવન પર્વ ઉજવવાનો અવસર સૌ માટે અત્યંત ગૌરવપૂર્ણ અને ભાવનાત્મક રહ્યો. સાથેજ વાપીના નાના બાળકો દ્વારા જવાનો માટે પોતાના વિચારો રજુ કરતા પત્રો ઉપસ્થીત બી.એસ.એફ. અધીકારી શ્રી રાજેન્દ્ર યાદવજીને સુપરત કર્યા હતા.

(9:28 AM IST)