તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
મહારાષ્ટ્રના લાતુરના કિલ્લારીમાં આજે સાંજથી પૂ.મોરારીબાપુની રામકથા
રામકથા શ્રવણ અને ભોજન પ્રસાદ માટે ભાવિકોને આમંત્રણઃ આજે સાંજે ૪:૦૦ વાગ્યે પ્રારંભઃ૨૪થી ૩૧ મે સુધી સવારે ૧૦:૦૦થી બપોરે ૧:૩૦ વાગ્યા સુધી કથાનું રસપાન, કથા સ્થળ માટે QR કોડ સ્કેન કરવાની સુવિધા

રાજકોટ, તા.૨૩ : મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના કિલ્લારી ખાતે પ.પૂ. મોરારી બાપુની દિવ્ય રામકથાનું આજે તા. ૨૩ મેથી ૩૧ મે ૨૦૨૬ દરમિયાન ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રામકથા શ્રવણ તેમજ ભોજન પ્રસાદનો લાભ લેવા માટે સૌ ભાવિકોને સાદર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આજે તા. ૨૩ મે ૨૦૨૬ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યે રામકથાનો મંગલ પ્રારંભ થશે. ત્યારબાદ તા. ૨૪ મેથી ૩૧ મે સુધી પ્રતિદિન સવારે ૧૦:૦૦ વાગ્યાથી બપોરે ૧:૩૦ વાગ્યા સુધી કથાનું રસપાન કરાવવામાં આવશે.
કથા સ્થળની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આયોજકો દ્વારા QR કોડની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભાવિકો QR કોડ સ્કેન કરીને કથા સ્થળ અંગેની વિગતો મેળવી શકશે.
પ.પૂ. મોરારી બાપુની રામકથા સમગ્ર વિશ્વમાં શ્રદ્ધા, ભક્તિ અને સદભાવનાનો સંદેશ ફેલાવે છે. કિલ્લારી ખાતે યોજાનારી આ કથામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે તેવી આયોજકોને અપેક્ષા છે. રામકથા શ્રવણની સાથે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
