તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 25th May 2026
રાણાવાવ પોલીસે બોલેરોમાંથી ૮૦૪ બોટલ દારૂ ઝડપી લીધોઃ ૬.૪૯ લાખનો મુદામાલ જપ્ત
આરોપીની શોધખોળઃ રૂા.૫.૪૯ લાખનો દારૂ જપ્ત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૫: જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાતથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામા પ્રોહી.જુગારની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપી હતી.
રાણાવાવ જામનગર ચોકડી ગીરનારી અન્નક્ષેત્ર પાસે રોડ પરથી બોલેરો પીકઅપ જેના રજી.નં. જીજે-૧૩-ડબલ્યુ-૨૨૫૦ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- વાળીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૨-૧૨ નંગ બોટલો ભરેલ પુઠ્ઠાના કુલ બોક્ષ નંગ-૬૭ કુલ બોટલો નંગ-૮૦૪ કુલ કિ.રૂ.૫,૪૯,૬૦૦/- મળી કુલ રૂ.૬,૪૯,૬૦૦/- ના મુદામાલ સાથે નો પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી મજકુર બોલેરો ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્ટે.માં પ્રોહીબિશનનો ગુન્હો રજી. કરાવેલ છે
આ કામગીરી રાણાવાવ પો.સ્ટે.ના પો.ઇન્સ. બી.જી.ડાંગર તથા કુતિયાણા પો.સ્ટે. ના પો.ઇન્સ. એમ.ડી. વાળા તથા રાણાવાવ પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ. આર.વી.મોરી તથા પો.હેડ.કોન્સ. બી.જે.દાસા, એ.કે.લુવા તથા પો.કોન્સ. સરમણ દેવાયતભાઇ, જયમલ સામતભાઇ, કુણાલસિંહ પ્રવિણસિંહ, ભરત કાનાભાઇ તથા કુતિયાણા પો.સ્ટે.ના પો.હેડકોન્સ. વાય.એસ.વાળા તથા પો.કોન્સ. ભરત ભોજાભાઇ તથા અશ્વિન વેજાભાઇ વિગેરે દ્વારા કરવામાં આવેલ હતી
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
