<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

જામનગરમાં મહોરમના પર્વે રેન્જ આઇજી નિર્લિપ્ત રાય એક્શનમાં : તાજીયાના રૂટ અને સમગ્ર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું

પોલીસ અધિકારીઓ પાસેથી બંદોબસ્ત અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું

( મુકુંદ બદીયાણી દ્વારા ) જામનગરમાં રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે મહોરમના તાજીયા દરમિયાન શહેરમાં શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી રાજકોટ રેન્જના આઈ.જી. નિર્લિપ્ત રાય જામનગરની મુલાકાતે આવ્યા હતા.

મુલાકાત દરમિયાન તેમણે સિટી 'એ' ડિવિઝન પોલીસ મથક પરથી દૂરબીનની મદદથી તાજીયાના રૂટ અને સમગ્ર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ પોલીસ અધિકારીઓ પાસેથી બંદોબસ્ત અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ દરમિયાન જામનગર જિલ્લા પોલીસવડા ડો.રવિ મોહન સૈની, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના પોલીસ અધિકારીઓ દરબારગઢ વિસ્તારમાં પહોંચ્યા હતા અને સમગ્ર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. શહેરભરમાં તૈનાત પોલીસ દળ ઉપરાંત સીસીટીવી કેમેરા અને અન્ય સર્વેલન્સ વ્યવસ્થા દ્વારા સમગ્ર જામનગર પર સતત બાજ નજર રાખવામાં આવી હતી, જેથી મહોરમના તાજીયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા છે.( તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર) 

(10:05 PM IST)