તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 24th May 2026
જામનગર જિલ્લા પંચાયતમા ધ્રોલના ખારવા બેઠકના રંજનબેન ડી.ડી. જીવાણી બનશે પ્રમુખ : પરેશભાઈ હીરપરા ઉપપ્રમુખ અને સુનિલભાઈ રાઠોડ સંભાળશે કારોબારી ચેરમેનની કમાન : કાલે સત્તાવાર જાહેરાત
ભાજપના મેન્ડેટ મુજબ નવી બોડીની રચના: ધ્રોલ તાલુકાને મળ્યું પ્રમુખપદ : કાર્યકરોમાં ઉત્સવનો માહોલ, શુભેચ્છાનો ધોધ વહ્યો : આવતીકાલે સામાન્ય સભામાં મંજૂરીની મહોર લાગશે

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ : જામનગર જિલ્લા પંચાયતના સત્તા પરિવર્તનની રાજકીય ગતિવિધિઓ વચ્ચે આજે ભારતીય જનતા પાર્ટીએ નવી બોડી માટેના નામો પર મહોર મારી દીધી છે. ભાજપના પાર્લામેન્ટરી બોર્ડના મેન્ડેટ મુજબ ધ્રોલ તાલુકાની ખારવા જિલ્લા પંચાયત બેઠક પરથી વિજેતા થયેલા રંજનબેન ડી.ડી. જીવાણીની જામનગર જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે.
કોણ કયા હોદ્દા પર
પ્રાપ્ત માહિતી મુજબ, પ્રમુખપદે રંજનબેન ડી.ડી. જીવાણી, ઉપપ્રમુખપદે પરેશભાઈ હીરપરા અને કારોબારી સમિતિના ચેરમેન તરીકે સુનિલભાઈ રાઠોડના નામ પર પાર્ટીએ સહમતિ દર્શાવી છે. આ ત્રણેય નામોની સત્તાવાર જાહેરાત આવતીકાલે 25 મેના રોજ મળનારી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કરવામાં આવશે અને સર્વાનુમતે વરણીની પ્રક્રિયા પૂર્ણ થશે.
રંજનબેન જીવાણીનો પરિચય
રંજનબેન જીવાણી ધ્રોલ તાલુકાના ખારવા જિલ્લા પંચાયત વિસ્તારમાંથી ભાજપના સિમ્બોલ પર ચૂંટાઈ આવ્યા હતા. સંગઠનમાં લાંબા સમયથી સક્રિય અને મહિલા મોરચામાં વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂકેલા રંજનબેનને પ્રમુખપદ મળતા ધ્રોલ તાલુકા સહિત સમગ્ર જિલ્લાના ભાજપ કાર્યકરોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.
કાર્યકરોમાં ઉત્સાહ
નવી બોડીના નામ જાહેર થતાની સાથે જ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોએ ફટાકડા ફોડીને અને એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી હતી. રંજનબેન જીવાણી, પરેશભાઈ હીરપરા અને સુનિલભાઈ રાઠોડને જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્યો, પૂર્વ પ્રમુખો સહિતના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી. સોશિયલ મીડિયા પર પણ ત્રણેય નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન આપવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે.
આવતીકાલે શપથવિધિ
જામનગર જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં આવતીકાલે સવારે 11:00 વાગ્યે જિલ્લા પંચાયતની સામાન્ય સભા બોલાવવામાં આવી છે. જેમાં નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની સત્તાવાર રીતે વરણી કરવામાં આવશે. ત્યારબાદ ત્રણેય હોદ્દેદારો પદભાર સંભાળશે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
