<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

સુરેન્‍દ્રનગરમાં શુધ્‍ધિકરણાના નામે હેવાનિયત આચરનારા આરોપીના મોબાઇલમાંથી રપ વિડીયો મળ્‍યા

પોલીસે તમામ આરોપીઓનું રી-કન્‍ટ્રકશન કરાવ્‍યુઃ સામુહિક દુષ્‍કર્મની ફરિયાદ બાદ કડક કાર્યવાહી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૮ :.. સુરેન્‍દ્રનગર જિલ્લાના દુધરેજ ખાતે આવેલા વહાણવટી નગરમાં સામૂહિક દુષ્‍કર્મની ઘટના બની છે પોતાના પ્રેમી સાથે રહેતી મહિલા અને ઢોર માર મારી અને તેનો ગંદો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્‍યો હતો ત્‍યારે આ આધારે એએસપી અને સિટી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ વિડીયો શુદ્ધિકરણ ના નામે બનાવી અને સામૂહિક દુષ્‍કર્મ કરવામાં આવ્‍યા હોવાનું સામે આવ્‍યું હતું ત્‍યારે મહિલા પોતાના ઙ્કેમી રામાભાઇ સાથે રહેતી હતી પરંતુ તેના પતિ અને તેના પરિવારજનો દ્વારા મહિલા અને રામાભાઇને ઢોર મારવામાં આવ્‍યો હતો અને મહિલાને ખાટલા સાથે બાંધી અને રામાભાઇ અને મળ મૂત્ર પીવડાવવામાં આવ્‍યું હોવાનું સામે આવ્‍યું હતું.સુરેન્‍દ્રનગરમાં શુદ્ધિકરણના નામે એક મહિલા સાથે દુષ્‍કર્મ આચરી અમાનુષી અત્‍યાચાર ગુજારવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્‍યો છે.

પોલીસે પકડેલા તમામ ૯ આરોપીઓને ઘટના સ્‍થળે લઈ જઈને સમગ્ર બનાવનું રીકન્‍સ્‍ટ્રક્‍શન કરાવ્‍યું હતું. તપાસ દરમિયાન આરોપીઓએ જે ઝાડ સાથે મહિલાને બાંધીને અત્‍યાચાર ગુજાર્યો હતો તે જગ્‍યા પોલીસને બતાવી હતી. આ સાથે જ આરોપીઓએ સાથે આવેલા યુવાનના વાળ કાપીને તેને યુરીન પીવડાવ્‍યું હોવાની ચોંકાવનારી વિગતો પણ પોલીસ સમક્ષ કબૂલી હતી.

અને ખરાબ પ્રકારનું કળત્‍ય કરવામાં આવ્‍યું હતું ત્‍યારે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા પોપટભાઈ લાખાભાઈ સરવૈયા રમેશભાઈ મનુભાઈ સરવૈયા જયંતીભાઈ પેથાભાઇ સરવૈયા ભરતભાઈ ખાટા ભાઇ સરવૈયા જીતુ ધીરુભાઈ સરવૈયા પપ્‍પુ બકાભાઇ સરવૈયા કલાભાઈ કેશુભાઈ સરવૈયા ગીતાબેન જયંતીભાઈ સરવૈયા અને લીલાબેન ખાટા ભાઇ સરવૈયા રહે દુધરેજ વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને તમામની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ત્‍યારે શુદ્ધિકરણ ના નામે મહિલા સાથે સામૂહિક દુષ્‍કર્મ ગુજારવામાં આવ્‍યા હોવાનું સામે આવ્‍યું હતું.

ત્‍યારે આ તમામ ઝડપાયેલા આરોપીઓ ની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને દુધરેજ ખાતે આજે તેમને લઈને અને તેમનું રિંકન્‍ટ્રક્‍શન કરાવવામાં આવ્‍યું હતું ત્‍યારે તપાસમાં જે મોબાઈલ ફોન અને અન્‍ય મેમરી પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે તેમાં અલગ અલગ પ્રકારના ૨૫ જેટલા શુદ્ધિકરણ ના વિડીયો બનાવવામાં આવ્‍યા હોય અને ગંદા પ્રકારના વિડીયો બનાવવામાં આવ્‍યા હોવાનું સામે આવ્‍યું હતું ભોગ બનનાર મહિલા અને રામાભાઇ સાથે આ કળત્‍ય થયું છે અન્‍ય ૨૫ થી વધુ લોકો પણ લોકો ભોગ બન્‍યા હોવાની શંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે પરંતુ આ દિશામાં પણ સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને તમામ આરોપીઓને દુધરેજ વહાણવટી નગર ખાતે લઈ ગઈ અને તેમનો રિંકન્‍ટ્રક્‍શન કરાવી અને આગળની તપાસ હાથ ધરી છે.

(10:56 AM IST)