<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

જૂનાગઢમાં RAR મેડીકલ સ્‍ટોરનો શુભારંભ

દરેક જાતની સ્‍ટાન્‍ડર્ડ તથા જેનરીક દવાઓમાં ર૦ થી ૬૦ ટકા ડિસ્‍કાઉન્‍ટ અપાશેઃપત્રકાર પરિષદમાં વિગતો આપતા રાજદિપસિંહ જાડેજા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ તા.ર૧ જુનાગઢમાં અખાત્રીજના પાવન દિવસે RAR ફાઉન્‍ડેશનના સંસ્‍થાપક રીબડાના રાજદિપસિંહ અનિરૂધ્‍ધસિંહ જાડેજા દ્વારા RAR મેડિકલ સ્‍ટોર, અક્ષર આઇકોન ગ્રાઉન્‍ડ ફલોર દુકાન નં. ૩ કે જે કેન્‍સર હોસ્‍પિટલ પાસે, ઝાંઝરડા બાયપાસ ખાતે શુભારંભ કર્યો છે.

આ તકે રાજદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્‍યું હતું કે,આ મેડિકલ સ્‍ટોરમાં દરેક જાતની સ્‍ટાન્‍ડર્ડ  તથા જેનરીક દવાઓમાં ર૦ થી ૬૦ ટકા સુધી દર્દીઓને ડિસ્‍કાઉન્‍ટ આપવામાં આવશે તેમજ દરેક જાતની કોસ્‍મેટીક, બેબી પ્રોડકટસ તથા ડાયપરમાં પ થી પ૦ ટકા ડિસ્‍કાઉન્‍ટ અપાશે.

ઉપરાંત બીપી, ડાયાબીટીસની દવાઓ તથા ઇન્‍સ્‍યુલીનની ફાસ્‍ટ હોમ ડિલીવરી અપાશે અને દરે પ્રકારની દવાઓ તથા કોસ્‍મેટીક પ્રોડકટની હોમ ડિલીવરી તથા બહારગામ કુરિયર સર્વિસ પણ ઉપલબ્‍ધ છે મો. નં. ૭૩૫૭૩ ૧૮૮૧૮ ઉપર સંપર્ક સાધવો. રાજદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવેલ કે જુનાગઢ શહેર અને જીલ્લાની જનતા માટે માનવસેવાના અને ગરીબ લોકોને ફાયદો થાય વ્‍યાજબી ભાવે દવા મળે તે માટે આ સેવાકાર્ય શરૂ કરાયું છે. ડોકટરોના પ્રિસ્‍ક્રીબશન મુજબ તમામ પ્રકારની દવા ઉપલબ્‍ધ કરાશે, અમારા ફાઉન્‍ડેશન દ્વારા દિકરીઓને કરીયાવર, ગૌશાળામાં નિરણની સેવા અને આ મેડીકલ   સ્‍ટોર અમે કમાવાના હેતુથી નહી પરંતુ માનવસેવાના હેતુથી શરૂ કરાયો છે અને અમો હંમેશા સેવા માટે તત્‍પર છીએ આ ઉદઘાટન જુનાગઢના ધારાસભ્‍ય સંજયભાઇ કોરડીયા, મહામંડલેશ્વર પૂ. સુખરામદાસબાપુ, શકિતસિંહ જાડેજા, મનોજભાઇ પોપટ તેમજ દિશાંત અશોકભાઇ વસોયા, અજયસિંહ વિજયસિંહ ઝાલા સહિતના ઉપસ્‍થિત રહયા હતા (તસ્‍વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:17 AM IST)