તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
માણાવદર પંથકમાં ધોધમાર વરસાદ પડતા રસાળા ડેમ ઓવરફલોઃ પોરબંદર તરફનો રસ્તો બંધ
સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇઃ અનેક જગ્યાએ વાહન ચાલકો હેરાન

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર, તા., ૪ : માણાવદર પંથકમાં બારેય મેઘ ખાંગા થતા ગઈકાલ સાંજ સુધીમાં ૧૨ ઇંચ વરસાદ વરસ્યો હતો સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદથી જળબંબાકાર થયો તેના કારણે શહેરના રસાળા ડેમ ભરાયોને ઓવર ફલો થયો હતો.
જેથી પોરબંદર તરફ જવા આવવા રસ્તા બંધ કરવા પડ્યા એક બાજુ pwd દ્વારા ચોમાસા ટાણે સિનેમા ચોક પાસે બને સાઈડ રોડ બનાવે તેથી રસ્તો બંધ કરવો પડે એને અધૂરા કામો પડતા મૂકી સીનેમાં ચોક પાસે બને સાઈડ ખુલી કરવી પડી ખાડા બુરવા પડિયા રોડ અધૂરો રહી ગયો તંત્ર ની પોલ ખુલી ગઈ હતી.
બાંટવા હાઈવે ઉપર પોરબંદર તરફ જવા આવવા માટે પુલ બનાવવા માટે આવી રહ્યા છે તેમાં ડ્રાઇવર્જનમાં પાણી ફરી વળ્યા રસ્તો બંધ કરવો પડ્યો ચોમાસામાં જાન જોખમાઈ તેવા કામોની મંજૂરી કોને આપી તેની મુખ્ય મંત્રી તરીકે તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે
ત્રીજી તરફ મીતડી દરવાજા થી બહાર પરાં બાજુ રોડ ચોમાસા ટાણે ખોડી નાખ્યો એટલે કેશોદ તરફને ગામડા તરફ જવા મુશ્કેલી ઉભી થઈ કોય, કેવાવાળું નથી, અંધેર તંત્ર છે તેવું ચર્ચા પ્રજા કહે છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
