તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
મોરબીમાં રવિ વાઘાણી પીપળાના ઝાડમાં લટકી ગયોઃ સારવાર હેઠળ
પશુપાલક જોઇ જતાં પરિવારજનોને જાણ કરીઃ બેભાન હાલતમાં રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૮: મોરબીમાં લીલાપુર રોડ પર મહાદેવ કારખાના પાસે રહેતો રવિ ધીરૂભાઇ વાઘાણી (ઉ.વ.૨૪) નામના યુવાને ઘરની પાછળના ભાગે આવેલી વાડીમાં જઇ પીપળાના ઝાડમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પશુપાલક પશુ ચરાવતાં હોઇ તે જોઇ જતાં તે રવિને ઓળખતા હોઇ નજીકમાં જ તેના ઘરે જઇ જાણ કરતાં પરિવારજનો દોડી આવ્યા હતાં. બેભાન હાલતમાં તેને નીચે ઉતારી મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
રવિ બે ભાઇ અને એક બહેનમાં નાનો છે અને નળીયાનું કામ કરે છે. તેને સંતાનમાં એક દિકરો છે. આ પગલુ શા માટે ભર્યુ તે અંગે પરિવારજનો જાણતાં નથી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં મોરબી એ-ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
