<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

જેતપુરના દેવકીગાલોળ ગામમાં પંચરની દૂકાનવાળા રવજીભાઇ મારૂ પર હુમલો

ગામના જ સુરેશે પાવડાના હાથાથી ફટકારતાં સારવાર માટે રાજકોટ ખસેડાયાઃ દૂકાન પડાવી લેવાનો ઇરાદો હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૦: જેતપુરના દેવકીગાલોલ ગામે રહેતાં અને ટાયર પંચરની દુકાન ચલાવતાં રવજીભાઇ ખોડાભાઇ મારૂ (ઉ.વ.૫૯) નામના વૃધ્ધ પર ગામમાં હતાં ત્યારે સુરેશ નામના શખ્સે આવી ઝઘડો કરી પાવડાના હાથાથી આડેધડ માર મારતાં સારવાર માટે જેતપુર અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.રવજીભાઇ મારૂ એક ભાઇ અને એક બહેનમાં મોટા છે. સંતાનમાં બે દિકરા તથા બે દિકરી છે. પોતે ગામમાં સરકારી ખરાબામાં વર્ષોથી પંચર સાંધવાની દુકાન ચલાવે છે. સગાના કહેવા મુજબ આ દુકાન સુરેશને પડાવીને બીજા કોઇને વેંચવી હોઇ જેથી તે ઘણા સમયથી હેરાન કરે છે. ગઇકાલે પણ આ વાતે ઝઘડો કરી પાવડાના હાથાથી માર માર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જેતપુર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે ખરેખર કયા કારણે હુમલો થયો? તે જાણવા તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(12:11 PM IST)