<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

ઇરાન સામે અમેરિકાની પીછેહઠ કારણ અકળ !

પરમાણું બોમ્‍બ ઝીંકીને ઇરાનને નેસ્‍તે નાબુદ કરવાની ધમકી બાદ સીઝ ફાયરથી શરણાગતી ટ્રમ્‍પે કયા કારણે કરી ? વૈશ્વિક વિષ્‍લેંષણો તો અનેક પણ હજુ સાચુ કારણ સપાટી પર આવ્‍યું નથી.

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.ર૩,ટ્રમ્‍પ દ્વારા સીઝ ફાયરની મુદત વિત્‍યે ઇરાન પર ‘આમ કરીશ- તેમ કરીશ'ની અનેક ધમકીઓની પ્રેશર ટેકનિકલ છતા બાદમાં ઇરાન ન ઝુકતા હવે સમય અવધી વિનાની યુધ્‍ધ વિરામની ટ્રમ્‍પની જાહેરાત વિશ્વને ચોંકાવ્‍યું છે.

ટ્રમ્‍પે અમેરિકાનું ‘મહાસતા'નું મોરલ સાવ તળીયે લાવી દીધા બાદ હવે ઇઝરાયેલની સ્‍થિતિ દયાજનક થવાની છે. પાકિસ્‍તાનની ભૂમિકા ‘નિષ્‍ફળ નબળા મધ્‍યસ્‍થથી' તરીકે ઉપસી ચુકી છે ત્‍યારે કયા કારણોસર ટ્રમ્‍પને ઇરાન જેવા નાના દેશ સામે ઝુંકવું પડયું ? તેના અનેક કાલ્‍પનિક કારણો યુધ્‍ધ વિશેષજ્ઞોથી વૈશ્વિક મીડિયા ભર્યુ પડયું છે  પણ તેમાંથી એકેય કારણ એટલું સચોટ અની વાસ્‍તવિક નથી ગણી શકાય તેવું કે ખરેખર આ કારણે ટ્રમ્‍પને ઇરાન સામે ઝુંકવું પડયું. એજ કારણ હવે એ નિષ્‍કર્ષ કંઇક  વ્‍યાજબી લાગે છે કે, હોર્મૂઝની નાકાબંધી ન હઠાવીને યુધ્‍ધ વિરામની આડમાં ટ્રમ્‍પ શાશન ઇરાન પર આવનારા દિવસોમાં કંઇક નવું કરવાની રણનિતી અપનાવીને ફરી પોતાનું ‘મહાસતા'નું મોરલ પ્રસ્‍થાપિત કરવા ભારે પ્રયાસો આદરશે.

(11:58 AM IST)