તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
ધોરાજી હિન્દુ યુવક સંઘ દ્વારા અર્વાચીન રાસોત્સવ માં માનવ મહેરામણ ઉમટી પડયું: કાલે રાત્રે ૨૫ ફૂટ રાવણનું જયેશભાઈ રાદડિયાના હસ્તે દહન કરાશે

ધોરાજી : ભગવતસિંહજી બાપુના બાવલા ચોક ખાતે હિન્દુ યુવક સંઘ દ્વારા આયોજિત અર્વાચીન રસોત્સવ માં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ધોરાજીમાં એકમાત્ર અર્વાચીન રાસ ગરબા મહોત્સવ હિન્દુ યુવક સંગ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવે છે પાંચ દિવસ એ મહોત્સવમાં દરરોજ પ્રિન્સ અને પ્રિન્સેસ જાહેર કરવામાં આવે છે. રાસ ગરબા મહોત્સવમાં રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે હિન્દુ યુવક સંગઠના પ્રમુખ હરકિશનભાઈ માવાણી અખિલ ભારતી વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી ધોરાજી તાલુકા સંઘના પૂર્વ ઉપાધ્યક્ષ હરેશભાઈ હેરભા દિલીપભાઈ હોતવાણી પૂર્વ નગરપતિ કે.પી માવાણી નગરસેવક નીતિનભાઈ જાગાણી રાજકોટ જિલ્લા બેંકના ડિરેક્ટર કાંતિભાઈ જાગાણી ડોક્ટર જગદીશ બોસમીયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આયોજક હિન્દુ યુવક સંઘ ના પ્રમુખ અને માર્કેટીંગ યાર્ડ નાં ચેરમેન હરકિશનભાઇ માવાણી તેમજ કે.પી.માવાણી ભોલાભાઈ માવાણી અશ્વિનભાઈ વઘાસિયા નીતિનભાઈ જાગાણી અનિલભાઈ વાડીલાલ આઈસ્ક્રીમ પ્રફુલભાઈ વઘાસિયા કિશોરભાઈ રાજપુત વિગેરે ટીમ દ્રારા પ્રતિવર્ષ બાપુના બાવલા ચોક ખાતે અર્વાચીન રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે. આયોજક હરકિશન ભાઈ માવાણીએ જણાવેલ કે નવરાત્રિના છેલ્લાં પાંચ દિવસ સુધી ચાલતા રાસોત્સવ મા જાહેર જનતા માટે કોઈ ફી લેવામા આવતી નથી. વિજયાદશમીના મંગળવારે રાત્રિના આઠ કલાકે દશેરા ના દિવસે રાવણ દહન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ૨૫ ફૂટ ઊંચા રાવણ સાંજે ૬:૦૦ વાગે જાહેર માં બાપુના બાવલા ચોક ખાતે રાખવામાં આવશે બાદ રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ના વરદ હસ્તે રાવણ દહન કરવામાં આવશે આ પ્રસંગે ભારે ફટાકડા ની આતશ બાજી સાથે રાવણ દહન કરવામાં આવશે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
