તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
આટકોટમાં પૂ.જલારામ બાપાના ધર્મપત્ની પૂ. વિરબાઈમા મંદિરનો પુનઃનિર્માણ કાર્યક્રમ યોજાશે
૧૩મીએ જાનકીદાસ બાપુના હસ્તે ખાતમુહૂર્ત અને ભકિતરામ બાપુના હસ્તે શિલાપૂજન, સંતો-મહંતો અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે

જસદણ - આટકોટ તા.૫: જસદણ તાલુકાના આટકોટ ખાતે શ્રી જલારામ બાપાના ધર્મપત્ની પૂ. વિરબાઈ માની જન્મભૂમિ એ ૩૫ વર્ષ પૂર્વે પૂ. હરિરામબાપા સ્થાપિત શ્રી વિરબાઈ મા મંદિરનો પુનઃનિર્માણ કાર્યક્રમ આગામી તારીખ ૧૩/૦૫/૨૬ ને બુધવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે યોજાશે.
ખાતમુહૂર્ત શ્રી જાનકીદાસ બાપુ મહંત શ્રી ભાણ સાહેબની જગ્યા, કમીજળાના વરદ હસ્તે તથા શિલા પૂજન શ્રી ભકતિરામ બાપુ ભોજલરામ ધામ, ફતેહપુરના હસ્તે થશે. આ પ્રસંગે પૂ. ચંદુમા ગઢશીસા (કચ્છ), પૂ. આત્માનંદસ્વામી ભજાનંદ આશ્રમ બોટાદ સહિત અનેક સંતો ઉપસ્થિત રહેશે. વૈદિક વિધિ શ્રી ઈશ્વરચંદ્ર વ્યાસજી જુનાગઢ કરાવશે.
કાર્યક્રમમાં શ્રી રાજુભાઈ પોબારૂ પ્રમુખ, લોહાણા મહાજન રાજકોટ તથા હરિબાપા પરિવારના શ્રી જગદીશભાઈ ઠકરાર, નાગપુર વિશેષ ઉપસ્થિત રહેશે. રાજકીય મહાનુભાવોમાં કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તથા જસદણના માજી ધારાસભ્ય શ્રી ડો. ભરતભાઈ બોઘરા ખાસ હાજરી આપશે.
પૂ. વિરબાઈ માની જન્મભૂમિ એ ભવ્ય મંદિર નિર્માણ કાર્યક્રમમાં સૌને પધારવા ટ્રસ્ટ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
