તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા ગુજરાતભરમાં હજારો નવલોહિયા ગૌરક્ષકોની નિમણૂંક
સાવરકુંડલા તાલુકા પ્રમુખ તરીકે કુલદીપભાઈ ખુમાણની ફરી વરણી : જેસર-સાવરકુંડલા વિસ્તારના ૫૧ ગૌરક્ષકોની ટીમ સાથે નિમણૂંક જાહેર થતાં ગૌરક્ષકોમાં દિવાળી જેવો માહોલઃ ઠેર-ઠેર ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ઉજવણી, વધુ ગૌરક્ષકો જોડાવા અપીલ

બોટાદ,તા.૨૭: બહુમુખી પ્રતિભા ધરાવતા અને અનેક સામાજિક, ધાર્મિક તથા રાજકીય સંસ્થાઓ સાથે જોડાયેલા ગૌરક્ષા સમિતિના પ્રદેશ ઉપાધ્યક્ષ અને રાજ્યના સંગઠન મંત્રી તેમજ બોટાદના જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા ગુજરાતભરમાં ગૌરક્ષા માટે નવલોહિયા યુવાનોની નિમણૂંકનો સિલસિલો સતત ચાલુ છે.
પ્રાણની આહુતિ આપીને પણ ગૌરક્ષાનું કાર્ય કરે તેવા હજારો ગૌરક્ષકોની નિમણૂંક સામતભાઈ જેબલીયા દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવી ચૂકી છે. આજરોજ સાવરકુંડલા-જેસર વિસ્તારમાંથી ૫૧ ગૌરક્ષકોની ટીમ સાથે ભમોદરાના કુલદીપભાઈ ખુમાણની સાવરકુંડલા તાલુકા ગૌરક્ષા સમિતિના પ્રમુખ તરીકે ફરી નિમણૂંક કરવામાં આવી છે.
આ નિમણૂંકની જાહેરાત થતાં જ ગુજરાતભરના ગૌરક્ષકોમાં દિવાળી અને દશેરા જેવો આનંદનો માહોલ છવાઈ ગયો હતો. ગૌરક્ષકોએ ઠેર-ઠેર ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી હર્ષ વ્યક્ત કર્યો હતો. નવનિયુક્ત તાલુકા પ્રમુખ કુલદીપભાઈ ખુમાણના મો. ૯૯૨૫૦ ૨૪૫૨૪ ઉપર અભિનંદન અને શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.
ગૌરક્ષક સામતભાઈ જેબલીયાની યાદીમાં જણાવાયા મુજબ, હાલમાં પણ ગૌરક્ષકોની તાતી જરૂરિયાત છે. ગૌરક્ષા સમિતિમાં વિનામૂલ્યે જોડાવા માટે અથવા કતલખાને જતા ગૌવંશને બચાવવા માટે બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાનો મો. ૯૮૨૪૩ ૯૦૧૩૩ ઉપર ગમે ત્યારે સંપર્ક કરી શકાશે. ફોન કરનાર બાતમીદારનું નામ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
