<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

કચ્છમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ:દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જાહેર

અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની શક્યતા:ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેશે

અમદાવાદ : હવામાન વિભાગે રાજ્યના બે જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે , જ્યારે દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યની આસપાસ હજુ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. રાજ્યમાં હજુ વરસાદની 10 ટકા ઘટ છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 25 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.

(6:53 PM IST)