તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના કોઢ ગામે પાવરગ્રીડની 765 કેવીની વીજ લાઇન નાખવા મુદ્દે ખેડૂતો અને વહીવટી તંત્ર સામસામે
કંપની દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર આપ્યા વિના જ 25 જેટલી પોલીસ ગાડીઓના કાફલા સાથે ખેતરોમાં પ્રવેશીને ટાવર ઊભા કરવાનો પ્રયાસ કરાતા માહોલ તંગ બન્યો

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોઢ ગામે પાવરગ્રીડની 765 કેવીની વીજ લાઇન નાખવા મુદ્દે ખેડૂતો અને વહીવટી તંત્ર સામસામે આવી ગયા છે. કંપની દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર આપ્યા વિના જ 25 જેટલી પોલીસ ગાડીઓના કાફલા સાથે ખેતરોમાં પ્રવેશીને ટાવર ઊભા કરવાનો પ્રયાસ કરાતા માહોલ તંગ બન્યો હતો.
હાલ ખેતરોમાં ઊભો પાક હોવાથી મોટું નુકસાન જવાની ભીતિએ ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પોલીસની સતત સમજાવટ હોવા છતાં, ખેડૂતો “પહેલાં પૂરતું વળતર, પછી જ ટાવરનું કામ” ના પોતાના નિર્ણય પર અડગ રહ્યા છે.
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
