તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 13th October 2026
વિસાવદર તાલુકાની ગ્રામ પંચાયતો માટે સરપંચ હોદ્દાઓની અનામત ફાળવણી (રોટેશન) અંગેનું જાહેરનામું બહાર પડાયું
૫૦% મહિલા અનામત તથા ૨૭% સા.શૈ.પ.વ. અનામત મુજબ બેઠકોની ફેર ફાળવણી જાહેર

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર: જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ચૌધરી (IAS) દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ હેઠળ વિસાવદર તાલુકાની ગ્રામ પંચાયતોના સરપંચ હોદ્દાઓ માટે ૫૦ ટકા મહિલા અનામત અને ૨૭ ટકા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) અનામત મુજબ સરકારી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ વિસાવદર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં અનૂસૂચિત જાતિ (SC), અનુસૂચિત આદિજાતિ (ST), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) તથા મહિલાઓ માટે સરપંચ પદ માટેની બેઠકોની ફાળવણી નક્કી કરવામાં આવી છે.
અનામત અને સામાન્ય બેઠકોની કેટેગરીવાર વિગતવાર યાદી:
૧. અનુસૂચિત જાતિ (SC) માટે અનામત (અનુસૂચી-૧):
કુલ બેઠકો: ૬, અનુસૂચિત જાતિ (SC - બહેનો/મહિલાઓ માટે અનામત): ૧. પીંડાખાઈ નાની, ૨. લીમધ્રા, ૩. ઢેબર, અનુસૂચિત જાતિ (SC - સામાન્ય/પુરુષ): ૧. દાદર, ૨. લીલીયા, ૩. ખંભાળીયા
૨. અનુસૂચિત જન જાતિ (ST) માટે અનામત (અનુસૂચી-૨):
કુલ બેઠકો: ૧ અનુસૂચિત જન જાતિ (ST - સામાન્ય/પુરુષ): ૧. પ્રેમપરા,
૩. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) માટે અનામત (અનુસૂચી-૩):
કુલ બેઠકો: ૨૦
સા.શૈ.પ.વ. (SEBC - બહેનો/મહિલાઓ માટે અનામત) - ૧૦ પંચાયતો: ૧. કાંકચીયાળા, ૨. ખાંભા ગીર, ૩. ખીજડીયા, ૪. કોટડા નાના, ૫. કુબા (રાવણી), ૬. લાલપુર, ૭. લેરીયા, ૮. મહુડા, ૯. મહુડી, ૧૦. માણંદીયા
સા.શૈ.પ.વ. (SEBC - સામાન્ય/પુરુષ) - ૧૦ પંચાયતો: ૧૧. માંડાવડ, ૧૨. માંગનાથ પીપળી, ૧૩. મોણીયા, ૧૪. મોણપરી મોટી, ૧૫. મોણપરી નાની, ૧૬. નવાણીયા, ૧૭. પીંડાખાઈ મોટી, ૧૮. પીપળીયા હાજાણી, ૧૯. પીરવડ, ૨૦. પીયાવા ગીર
૪. સામાન્ય વર્ગ અને મહિલા અનામત (અનુસૂચી-૪): કુલ બેઠકો: ૪૭ :સામાન્ય સ્ત્રીઓ માટે અનામત - ૨૪ પંચાયતો: ૧. મીયા વડલા, ૨. રબારીકા, ૩. રાજપરા, ૪. રતાંગ, ૫. રાણસી (કુબા) / રાવણી (કુબા), ૬. રાવણી મુંડીયા, ૭. રૂપાવટી, ૮. સરસઈ, ૯. શીરવાણીયા, ૧૦. શોભાવડલા ગીર, ૧૧. સુખપુર, ૧૨. વડાણ શેતરંજ / વડાળા શેતરંજ, ૧૩. વાજડી, ૧૪. વેકરીયા, ૧૫. વિછાવડ, ૧૬. વિરપુર, ૧૭. અંબાળા, ૧૮. ચાવંડી જૂની, ૧૯. દુધાળા, ૨૦. ઘોડાસણ, ૨૧. હડમતીયા નાના, ૨૨.જાંબાળા, ૨૩. જેતલવડ, ૨૪. ઝાંઝેસર.
સામાન્ય - બિનઅનામત / પુરુષ) - ૨૩ પંચાયતો: ૨૫. બરડીયા, ૨૬. ભલગામ, ૨૭. ભટ વાવડી, ૨૮. ભુતડી, ૨૯. ચાંપરડા, ૩૦. ચાવંડી નવી, ૩૧. છાલડા, ૩૨. છેલણકા, ૩૩. દેસાઈ વડાળા, ૩૪. ઘંટીયાણ, ૩૫. ગોવિંદપરા, ૩૬. હડમતીયા મોટા, ૩૭. હરીપુર, ૩૮. ઈશ્વરીયા ગીર, ૩૯. ઈશ્વરીયા માંડાવડ,, ૪૦. જાંબુડા, ૪૧. જાંબુડી, ૪૨. જાવલડી,, ૪૩. કાલાવડ, ૪૪. કાલસારી, ૪૫. કાનાવડાળા, ૪૬. કોટડા મોટા, ૪૭. શોભાવડલા લશ્કરનો સમાવેશ થાય છે
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
