<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

સમાજમાંથી વ્‍યસનો કુપ્રથા અંધશ્રધ્‍ધા દુર કરવા માટે કન્‍યા કેળવણીનો પાયો મજબુત બનાવવો જોઇએ

પોરબંદરમાં કોળી સમાજના અગ્રણીઓની શુભેચ્‍છા મુલાકાત લેતા કુંવરજીભાઇ બાવળિયાઃ કોળી સમાજના ઉત્‍કર્ષ માટેની ચર્ચામાં કન્‍યા કેળવણી ઉપર ભાર મુકયો કુંવરજીભાઇ બાવળીયાનદ ઉષ્‍મા વષા અને પુષ્‍પમાળા સાથે કોળી સમાજના આગેવાનો દ્વારા સત્‍કાર-સન્‍માન દિવાળી-નૂતનવર્ષની -કુંવરજીભાઇને શુભેચ્‍છા પાઠવી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા.૩, કોળી સમાજના અગ્રણીઓ સાથે શુભેચ્‍છા મુલાકાત દરમિયાન વ્‍યશનો, કુ પ્રથા, અંધશ્રદ્ધા ખાળવા કન્‍યા કેળવણી નો પાયો મજબૂત બનાવવાની કેબિનેટ મંત્રી કુંવરજી ભાઇ બાવળીયાએ હિમાંયત કરી હતી. કુંવરજીભાઇ એ  કોળી સમાજના ઉત્‍કર્ષ માટે કોળી સમાજના અગ્રણી સાથે ચર્ચા કરી હતી.

રાજ્‍યના શ્રમ, રોજગાર, કૌશલ્‍ય અને ગ્રામ્‍ય વિભાગ ના કેબિનેટ મંત્રી પોરબંદર દ્વારકા જિલ્લા ના પ્રભારી મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજ ન્‍યૂ દિલ્‍હીના પ્રમુખ  કુંવરજી ભાઇ બાવળીયા દીપોત્‍સવી પર્વે અને નૂતન વર્ષની શુભેચ્‍છા મુલાકાત પોરબંદર જિલ્લા કોળી સમાજના અગ્રણીઓ એ   લીધી હતી, કેબિનેટ મંત્રી કુંવરજીભાઇનું  ઉષ્‍મા વષા પુષ્‍પ માળા સાથે સત્‍કાર કરવામાં આવેલ હતો.

આ  શુભેચ્‍છા મુલાકાત વેળાએ પોરબંદર જિલ્લા કોળી સમાજ રત્‍ન ડો. ઈશ્વરભાઈ ભરડા, જિલ્લા કોળી સમાજ નવરંગ ગરબી મંડળના પ્રમુખ ત થા છાંયા પ્‍લોટ ની ન્‍યૂ ઘેડીયા કોળી સમાજ વંડી ના ઉપ પ્રમુખ લાખાભાઇ મોકરીયા, પોરબંદર  સ્‍વ. રા ભીબેન મુળુભાઇ જોરા કોળી સમાજ વંડી ના પ્રમુખ મનુભાઇ માવદીયા, જાણીતા મત્‍સય ઉધોગ પતિ  ધર્મેશભાઇ ચુડાસમા,  જલ્લા ઠાકોર કોળી સમાજ ના પ્રમુખ અરજન ભાઇ આંત્રોલીયા, કુતિયાણા તાલુકા કોળી સમાજના પ્રમુખ નારણ ભાઇ વાઢિયા,જ્‍યુબેલી કોળી સમાજ યુવા ગ્રુપના પ્રમુખ  મહેશ ભાઇ ભુવા, યુવા કાર્યકર   રાજુ ભાઇ બાલાસ, છાંયા પ્‍લોટ ન્‍યૂ ઘેડીયા કોળી સમાજ વંડી ના મંત્રી શ્રી વિરમભાઈ મોકરીયા સહીત કોળી સમાજના અગણીઓ ઉપસ્‍થિત રહી દીપોત્‍સવી પર્વ તથા નૂતન વર્ષની મંત્રીને શુભેચ્‍છાઓ પાઠવી હતી.ે

ભારત માં સમસ્‍ત કોળી સમાજની વસ્‍તી ૨૨કરોડ અને રાજ્‍યમાં ૨૮% જેટલો વસ્‍તી ધરાવતા કોળી સમાજ અન્‍ય સમાજ ની હરોળ માં લાવવા સામાજિક, શૈક્ષણિક, પછાત સમાજ ના ઉત્‍કર્ષ માટે સંઘન ચર્ચા -વિમર્સ  કરવામાં  આવી હતી  અને કોળી સમાજ ના ઉત્‍કર્ષ માટે ની કેન્‍દ્ર અને રાજ્‍યસરકાર ની સમાજ ઉત્‍કર્ષ ની વિવિધ યોજના અંગે વિગતે ચર્ચા પણ કરવા માં આવી હતી

 જિલ્લા કોળી સમાજની સામાજિક, શૈક્ષણિક, આધ્‍યાત્‍મિક, આર્થિક સાંસ્‍કળતિક અને સેવાકીય પ્રવળર્તિથી સમાજના અગ્રણીઆ મંત્રી શ્રી કુંવરજીભાઇને માહિતગાર કર્યા હતા આ પ્રવળર્તિ જાણી પ્રસન્નતા વ્‍યક્‍ત કરી મંત્રી કુંવરજી ભાઇ એ જણાવ્‍યું હતું કે,કોળી સમાજ માંથી અંધશ્રદ્ધા, કુ રિવાજો વ્‍યસનો ને  ત્‍યજી કન્‍યા કેળવણી ને ટોચ અગ્રતા આપવા અને સક્રિય યોગદાન આપવા સમાજ ના અગ્રણીઓને આહવાન કર્યું હતું.

(1:13 PM IST)