<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

રિલાયન્સનો સાંસ્કૃતિક સેવા યજ્ઞ : નવરાત્રી પર્વે 35 ગામની 6,000થી વધુ કન્યાઓને લહાણી અર્પણ : ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં ભારતીય સંસ્કૃતિનું સન્માન

95 ગરબી મંડળોમાં ગરબે ઘૂમતી દીકરીઓને 30 વર્ષથી અપાતી પરંપરા અકબંધ, ગ્રામજનોએ રિલાયન્સ પરિવારને આપ્યા આશીર્વાદ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૭ : નવરાત્રી એ શક્તિની આરાધનાનું પર્વ છે ત્યારે આ પરંપરાને જીવંત રાખવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી.

 

ગ્રુપ પ્રેસિડેન્ટ  ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ રિલાયન્સ રિફાઇનરીની આસપાસના 35 ગામોના 95 જેટલા ગરબી મંડળોમાં ગરબે ઘૂમતી 6,000થી વધુ કન્યાઓને નવરાત્રી નિમિત્તે લહાણી અર્પણ કરવામાં આવી હતી.

 

રિલાયન્સ પરિવાર દ્વારા છેલ્લા 30 વર્ષથી આ પરંપરા અવિરતપણે નિભાવવામાં આવી રહી છે. કંપનીનું માનવું છે કે લહાણી એ માત્ર ભેટ નથી, પરંતુ સ્નેહ, આશીર્વાદ અને સન્માનની અભિવ્યક્તિ છે. ગરબા દ્વારા દીકરીઓ ભારતીય સંસ્કૃતિ અને સામૂહિક એકતાના મૂલ્યોને જીવંત રાખે છે.

 

આ પહેલને ગામના આગેવાનો, બહેનો અને દીકરીઓએ હૃદયપૂર્વક આવકારી હતી. ગ્રામજનોએ આ ઉમદા કાર્ય બદલ શ્રી ધનરાજ નથવાણીને અભિનંદન પાઠવી રિલાયન્સ પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને મા જગદંબાને તેમની સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.

 

આ પ્રસંગ માત્ર લહાણી વિતરણ પૂરતો સીમિત ન રહેતા રિલાયન્સ પરિવાર અને ગ્રામજનો વચ્ચેના આત્મીય સંબંધોને વધુ મજબૂત બનાવતો અવસર બની રહ્યો હતો.

(4:20 PM IST)