<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

ગરમીમાં રાહત કે આફત? ભાવનગરમાં તાપમાન ઘટ્યું પણ બફારાએ લોકોને પરસેવે રેબઝેબ કર્યા

મહત્તમ તાપમાન ઘટવા છતાં ભેજ -બફારાથી ભાવનગરવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર શહેરમાં આજે બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ભેજ વધતા અને ગરમ પવન ફૂંકાતા ભાવનગરવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. મહત્તમ તાપમાન ચાર ડિગ્રી ઘટવા છતાં ભેજ અને બફારાને કારણે લોકો પરસેવે ન્હાયા હતા.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ચાર ડિગ્રી ઘટી ૩૮.૬ ડિગ્રી નોંધાયું હતું. ક્યારે લઘુતમ તાપમાન ૨૭.૮ ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૪ ટકા રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ ૨૪ કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.

(10:02 PM IST)