<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

કચ્‍છના હૈયે ટાઢક : અંજારમાં દે ધનાધન ૮ ઇંચ, ભચાઉ,ગાંધીધામ ૫ ઇંચ

ભુજ, મુન્‍દ્રા ૪, લખપત ૩, રાપર, લખપત, અબડાસા, નખત્રાણા, માંડવીમાં અઢી ઇંચ, રાપરના જાટાવાડા ગામ પાસે વીજળી પડતા માલધારી યુવાનનું મોત, શહેરોમાં ઠેર ઠેર પાણી ભરાયા, તળાવ, નદીઓમાં નવા નીર, ખેડૂતો, પશુપાલકોમાં ખુશીની લહેર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૫: કચ્‍છમાં વિઘ્‍નહર્તા ગણેશજીના આગમન સાથે જ અછતનું વિઘ્‍ન દૂર થયું છે. મેઘરાજાએ સમગ્ર જિલ્લામાં મહેર કરી સાર્વત્રિક હેત સાથે ‘રાહતનો વરસાદ' વરસાવ્‍યો છે. ગઈકાલ સવારથી શરૂ થયેલો વરસાદ આજ સવાર સુધી ચાલુ જ રહ્યો છે. કયારેક ધીમા તો કયારેક ધોધમાર સ્‍વરૂપે હેત વરસાવતા મેઘરાજાએ કચ્‍છના દસે દસ તાલુકાઓમાંથી અછતના ઓળા દૂર કરી ‘રાહતનો વરસાદ' વરસાવ્‍યો છે. આંકડાની વાત કરીએ તો સૌથી વધુ અંજારમાં દે ધનાધન ૮ ઇંચ વરસાદ વરસ્‍યો છે. જ્‍યારે ભચાઉ ગાંધીધામ ૫ ઇંચ, ભુજ, મુન્‍દ્રા ૪ ઇંચ, લખપત ૩ ઇંચ, રાપર, નખત્રાણા, અબડાસા,  માંડવીમાં અઢી ઇંચ

વરસાદ વરસ્‍યો છે. હજી પણ વરસાદી માહોલ છે અને વરસાદ ચાલુ જ છે. કચ્‍છમાં વરસાદને પગલે દરેક શહેરોમાં પાણી ભરાવાની સમસ્‍યા યથાવત રહી છે નાળા સફાઈના પૈસા પાણીમાં વહી ગયા છે. જ્‍યારે ગ્રામીણ વિસ્‍તારોમાં નદી નાળા બે કાંઠે વહી નીકળતા નવા નીર આવ્‍યા છે. ખેડૂતો પશુપાલકોમાં ખુશીની લહેર છે. રાપરના જાટાવાડા ગામ પાસે જીલાર વાંઢ નજીક ડુંગર ઉપર ઘેટા બકરા ચરાવતા માલધારી યુવાન કેસા તરસી કોળી ઉપર વીજળી પડતા તેનું મોત નીપજ્‍યું હતું. કચ્‍છમાં આજે પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે. (૩.૩)

કચ્‍છ

લખપત    ૮૫    મી.મી.

રાપર              ૬૦    મી.મી.

ભચાઉ             ૧૧૨  મી.મી.

અંજાર             ૧૯૩  મી.મી.

ભુજ        ૯૯    મી.મી.

નખત્રાણા   ૬૫    મી.મી.

અબાડાસા  ૭૨    મી.મી.

માંડવી             ૮૩     મી.મી.

મુંદ્રા        ૧૦૧   મી.મી.

ગાંધીધામ     ૧૨૭   મી.મી.

(11:11 AM IST)