<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

ભાવનગરથી શ્રી સોમનાથ મહાદેવ-બગદાણાનો ૧૯૦૮ બહેનો-કાર્યકર્તાઓનો ધાર્મિક પ્રવાસ

રાજયના કેબિનેટ મંત્રીની અનન્‍ય ભકિતમય પહેલ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૦ :.. ભાવનગર પヘમિ વિધાનસભા વિસ્‍તારના  ધારાસભ્‍ય અને ગુજરાત સરકારના પ્રવક્‍તા કેબિનેટ કળષિ મંત્રી  જીતુભાઈ વાઘાણી દ્વારા પોતાના મતવિસ્‍તારના નાગરિકો માટે સતત સેવાકીય પ્રવળત્તિઓ ચાલતી હોય છે, વડીલો અને માતા-બહેનો પ્રત્‍યે આદર-શ્રદ્ધા પ્રગટ કરતા ‘શ્રવણ યાત્રા' પ્રોજેક્‍ટ અંતર્ગત એક ભવ્‍ય ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ યાત્રામાં ભાવનગર પヘુિમ વિસ્‍તારની ૧૯૦૮ જેટલી બહેનો અને સ્‍વયંમસેવકો જોડાશે, જેમને પ્રથમ જ્‍યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન, પૂજા અને આરતીનો લહાવો મળશે.

આ ઐતિહાસિક શ્રવણ યાત્રાનું પ્રસ્‍થાન આજે બુધવારે રાત્રે ૮:૩૦ કલાકે, ૐ પાર્ટી પ્‍લોટ, ભાવનગર-રાજકોટ રોડ, ચિત્રા ખાતેથી કરવામાં આવશે. કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્‍થિતિમાં તેમજ ભાવનગરના  સંતો-મહંતો, રાજકીય અને સામાજિક અગ્રણીઓની પ્રેરક હાજરીમાં ૩૮ જેટલી બસો અને કારોના વિશાળ કાફલાને પ્રસ્‍થાન કરાવવામાં આવશે.

આ ધર્મયાત્રા સોમનાથ ધામ પહોંચ્‍યા બાદ, સવારે ૯ કલાકે એક ભવ્‍ય શોભા યાત્રા યોજાશે. ત્‍યારબાદ સોમનાથ મહાદેવના મંદિરે પરંપરાગત વિધિ-વિધાન સાથે વિશેષ પૂજા-અર્ચના કરી, મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને ઉપસ્‍થિત ૧૯૦૮ બહેનોના હસ્‍તે સોમનાથ દાદાના શિખર પર ભવ્‍ય ધ્‍વજારોહણ કરવામાં આવશે. આ પ્રસંગે સમગ્ર ગુજરાતની સુખાકારી માટે પ્રાર્થના પણ કરવામાં આવશે.

સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ આ યાત્રા આગળ વધશે અને ત્રિવેણી સંગમ તથા પવિત્ર તીર્થધામ પ્રાચી ખાતે તેમજ ગુરુદેવ બજરંગદાસબાપાના ધામ બગદાણા ખાતે દર્શન-ભક્‍તિનો લાભ લઈ ભાવનગર પરત ફરશે.

આ અંગે કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્‍યું હતું કે, પોતાના વિધાનસભા ક્ષેત્રની માતાઓ અને બહેનોના શ્રવણ બનીને પવિત્ર તીર્થધામોની યાત્રા કરાવવી એ મારા માટે પરમ સૌભાગ્‍ય અને આધ્‍યાત્‍મિક આનંદની ક્ષણ છે. સોમનાથ દાદા, પ્રાચી તીર્થ અને બાપા બગદાણાના આશીર્વાદથી દરેકના જીવનમાં સુખ-શાંતિ વધે તેવી મનોકામના છે.

આ વિશાળ યાત્રાના સુચારુ સંચાલન, ભોજન અને સલામતી માટે વિશેષ સ્‍વયંમસેવકો ટીમો તૈયાર કરવામાં આવી છે.ભાવનગર શહેરના નાગરિકોમાં આ આયોજનને લઈને ભારે ઉત્‍સાહ અને ભક્‍તિમય માહોલ જોવા મળી રહ્યો છે.

(10:51 AM IST)