<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

ભાવનગર પંથકમાં ભારે હાહાકાર મચાવનાર લઠ્ઠાકાંડમાં વધુ 13 આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે

તપાસ દરમિયાન પોલીસ દ્વારા આ આરોપીઓના વધુ રિમાન્ડ (ફરધર રિમાન્ડ) ની માંગ કરવામાં આવી ન હતી, જેને પગલે કોર્ટે તમામ 13 આરોપીઓને ન્યાયિક હિરાસતમાં મોકલી આપવાનો હુકમ કર્યો

ભાવનગર પંથકમાં ભારે હાહાકાર મચાવનાર ચકચારી લઠ્ઠાકાંડ પ્રકરણમાં પોલીસ અને એસએમસી (SMC) ની તપાસ સતત આગળ વધી રહી છે. આ ગંભીર કેસમાં અગાઉ મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી અને રઈશ અન્સારી સહિતના 14 આરોપીઓના રિમાન્ડ પૂરા થતા તેમને અગાઉ જ્યુડિશિયલ કસ્ટડી (જેલ હવાલે) મોકલી આપવામાં આવ્યા હતા.

 

આ કડીને આગળ ધપાવતા આજે આનંદ છાંડી સહિતના વધુ 13આરોપીઓની પોલીસ રિમાન્ડની મુદત પૂર્ણ થઈ હતી, જેને લઈને તેમને કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન પોલીસ દ્વારા આ આરોપીઓના વધુ રિમાન્ડ (ફરધર રિમાન્ડ) ની માંગ કરવામાં આવી ન હતી, જેને પગલે કોર્ટે તમામ 13 આરોપીઓને ન્યાયિક હિરાસતમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે અને આ સાથે જ આ તમામ આરોપીઓ હવે જેલ હવાલે થયા છે. ઝેરી પ્રવાહીકાંડના આ નેટવર્કમાં સંડોવાયેલા મોટાભાગના આરોપીઓ હવે એક પછી એક જેલના સળિયા પાછળ ધકેલાઈ રહ્યા છે.

 

(1:16 PM IST)