તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
સુત્રાપાડા તાલુકાના લાટી ગામે સરકારી ગૌચર જમીન પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા કાર્યવાહી
પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી: 28 રહેણાક મકાનો અને 6 ખેતીલક્ષી દબાણો દૂર કરાયાં

ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના લાટી ગામે સરકારી ગૌચર જમીન પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 28 રહેણાક મકાનો અને 6 ખેતીલક્ષી દબાણો દૂર કરાયાં હતાં. છેલ્લા 15થી 20 વર્ષથી સરકારી જમીન પર થયેલા બાંધકામો હટાવી જમીન ખુલ્લી કરવામાં આવી છે. ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી સરકારી ગૌચર જમીન દબાણમુક્ત કરવામાં આવી છે.
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
