News of Friday, 1st May 2026
પોરબંદરમાં સ્ટ્રીટલાઇટ અને પાઇપ લાઇનોનું રીપેરીંગ તથા સફાઇની કામમાં ગતિ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા.૧, મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇસ રેસિડેન્સ એરીયાની સફાઈ તથા કોમર્શિયલ વિસ્તારની સફાઈ, બ્લેક સ્પોટ્સની સફાઈ -વોર્ડ - ૧૧, વોટરબોડી - પક્ષી અભિયારણ્ય સફાઈ, ટુરિસ્ટ એરીયા -કોલેજ અંદર સફાઈ, ઈન્ડસ્ટ્રી એરીયા, પબ્લિક ટ્રાન્સપોર્ટ - છાયા ચોકી રિક્ષા સ્ટેન્ડ, ધાર્મિક સ્થળ - પોરાઈ માતાજી મંદિર બહાર સફાઈ વોર્ડ - ૪, બાગ/બગીચા - બોખીરા ગાર્ડનની સફાઈ,બજાર- વાડી પ્લોટ શાકમાર્કેટ અંદર, સ્લમ એરિયાની સફાઈ - કે.કે. નગર વોર્ડ - ૧, શહેરના મુખ્ય માર્ગોની સફાઈ - છાયા ગેઈટથી છાયા ઝોન ઓફીસ સુધી સફાઈની કામગીરી કરવામાં આવેલ છે.
વોટર વર્કસ વિભાગ દ્વારા આજરોજ જુદા-જુદા વોર્ડમાં સુપરવિઝન કરવામાં આવેલ જેમાં જ્યુબેલી વિસ્તારમાં પાઇપલાઇન રીપેરીંગ, સ્વસ્તિક હોલ નજીક વાલ્વ રીપેરીંગ અને સુભાષનગરમાં ડંકી રીપેરીંગ સહિત વિવિધ કામગીરી કરવામાં આવેલ છે.
ગાર્ડન વિભાગ દ્વારા મહારાણા નટવરસિંહજી બાગ-ખીજડી પ્લોટ, રાણીબાગ, કમલા નહેરુ બાગ, ચોપાટી વિલા ગાર્ડન, રૂપાળી બાગ, વાડી પ્લોટ ગાર્ડન, પેરેડાઈઝ ફુવારા ગાર્ડન, નાગાર્જુન સિસોદિયા પાર્ક, આવળ ચોક ગાર્ડન અને વનાણા ગાર્ડન સહિત વિવિધ બાગ-બગીચાઓની સફાઈ કરવામાં આવેલ. આ ઉપરાંત ખીજડી પ્લોટ મહારાણા નટવરસિંહજી બાગના ફુવારાની સાફ-સફાઈ કરવામાં આવેલ.
લોકોએ‘‘જાહેર સુવિધાઓ અંગેની કોઈપણ ફરીયાદ નોંધાવવા માટે નાગરિકો પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કાર્યરત ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૦૨૮૬ પર સંપર્ક કરી શકે છે.'' તેમ યાદીમાં જણાવાયું છે.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
