<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

ઝૂલતા પુલ દુર્ઘટનાની ચોથી વરસીએ રાજવી પરિવારના પ્રતિનિધિઓએ દિવંગતોને અર્પી શ્રદ્ધાંજલિ.

રાજવી પરિવારના પ્રતિનિધિઓએ આ સ્થળે પહોંચી દિવંગતોની ખાંભી પર ફૂલહાર ચડાવીને તમામ મૃતકોના આત્માને ઈશ્વર પરમ શાંતિ અર્પે તે માટે પ્રાર્થના કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં 4 વર્ષ અગાઉ સર્જાયેલી ગોઝારી ઝૂલતા પુલની દુર્ઘટનામાં 135 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ તમામ દિવંગતોની યાદમાં મણીમંદિર નજીક વિશેષ ખાંભી સ્થાપિત કરવામાં આવી છે. આજે આ દુર્ઘટનાની ચોથી વરસી નિમિત્તે મોરબી રાજવી પરિવારના પ્રતિનિધિઓએ આ સ્થળે પહોંચી દિવંગતોની ખાંભી પર ફૂલહાર ચડાવીને તમામ મૃતકોના આત્માને ઈશ્વર પરમ શાંતિ અર્પે તે માટે પ્રાર્થના કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.

(11:24 PM IST)