તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
વિસાવદર પંથકમાં વિધાનસભાની ચૂંટણીનું પૂનરાવર્તન કે પરિવર્તન..?!!
‘આપ' નાં ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા, ભાજપના ધુરંધરો કિરીટ પટેલ, હર્ષદ રિબડિયા, ભૂપત ભાયાણી, કોંગ્રેસનાં કરશન વાડોદરિયા સહિતના મહાનુભાવોની રાજકીય પ્રતિષ્ઠા દાવ પર..?! અવનવા તર્ક વિતર્કઃ ઢરાજકીય ધમધમાટ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા. ૨૦ : સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો કંઈક નોખો, કંઈક અનોખો, કંઈક અલગ જ જંગ જામ્યો છે ત્યારે હરહંમેશની જેમ આ વખતે પણ વિસાવદર-ભેસાણ વિધાનસભા મતક્ષેત્રની સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સમગ્ર રાજ્યમાં ધ્યાનાકર્ષક બની છે. વિસાવદર પંથકમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણીનુ પુનરાવર્તન થશે કે પરિવર્તન..? એ તરફ સૌની મીટ મંડાઇ છે.
વિસાવદર-ભેસાણ વિસ્તારનાં આમ આદમી પાર્ટીના વર્તમાન ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલીયા, ભાજપના ધુરંધરો કિરીટભાઈ પટેલ, હર્ષદભાઈ રિબડિયા, ભૂપતભાઇ ભાયાણી, કોંગ્રેસનાં કરશનભાઈ વાડોદરિયા સહિતના મહાનુભાવોની રાજકીય પ્રતિષ્ઠા દાવ પર લાગી છે કારણ કે, આવનાર ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વેનુ આ રાજકીય રિહર્સલ ગણાય રહ્યુ છે ત્યારે ચોરેને ચૌટે સાર્વત્રિક અવનવા તર્ક વિતર્ક થઈ રહ્યા છે. સમગ્ર વિસાવદર-ભેસાણ વિધાનસભા મતક્ષેત્રમાં જબરો રાજકીય ધમધમાટ પ્રવર્તે છે. ગામડે ગામડે પ્રચાર ઝુંબેશ વેગવાન છે.
કાલસારી જિલ્લા પંચાયત બેઠક
વિસાવદર તાલુકાની કાલસારી જિલ્લા પંચાયતની બેઠક‘‘સામાજિક, શૈક્ષણિક પછાત વર્ગ અનામત'' છે. જેમાં પુરુષ મતદારોઃ૧૬૦૯૮,સ્ત્રી મતદારો : ૧૪૨૫૨, કુલ મતદારોઃ ૩૦૩૫૦ છે. વિસાવદરની કાલસારી જિલ્લા પંચાયતની‘‘સામાજિક શૈક્ષણિક પછાત વગ'' અનામત બેઠક પર કુલ ૪ ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં છે. જેમાં (૧) ખીમાભાઇ દેવાયતભાઇ બલદાણીયા - કોંગ્રેસ, (૨) રાજેશભાઈ કાનજીભાઈ પાટડીયા - આપ, (૩) વાસુદેવભાઈ પ્રેમદાસભાઇ નિમાવત - ભાજપ, (૪) જયરાજભાઈ દેવાભાઈ વિક્મા - અપક્ષનો સમાવેશ થાય છે.
મોટી મોણપરી જિલ્લા પંચાયત બેઠક
વિસાવદર તાલુકાની મોટી મોણપરી જિલ્લા પંચાયતની બેઠક ‘સામાન્ય'છે. જેમાં પુરુષ મતદારો : ૧૬૧૮૮,સ્ત્રી મતદારોઃ ૧૪૨૨૩, કુલ મતદારોઃ ૩૦૪૪૧ છે. વિસાવદર તાલુકાની મોટી મોણપરી જિલ્લા પંચાયતની બેઠક પર કુલ ૩ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં (૧) જયસુખભાઈ ભાયાભાઈ પાઘડાળ - આપ, (૨) ડો.ભરતકુમાર સવજીભાઈ ઝાલાવડીયા - ભાજપ, (૩) લાલજીભાઈ બાવાભાઈ કોટડીયા - કોંગ્રેસનો સમાવેશ થાય છે.
સરસઈ જિલ્લા પંચાયત બેઠક
વિસાવદર તાલુકાની સરસઈ જિલ્લા પંચાયતની બેઠકસ્ત્રી અનામત સામાન્ય છે. જેમાં પુરુષ મતદારો : ૧૫૫૭૬,સ્ત્રી મતદારોઃ ૧૩૭૫૧, કુલ મતદારો :૨૯૩૨૭ છે. વિસાવદર તાલુકાની સરસઈ જિલ્લા પંચાયતનીસ્ત્રી અનામત સામાન્ય બેઠક પર કુલ ૩ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં (૧) કૈલાશબેન હરેશભાઈ સાવલીયા - આપ, (૨) ચંદ્રીકાબેન કરશનભાઈ વાડદોરીયા - કોંગ્રેસ (૩) લીનાબેન વિપુલકુમાર કાવાણી - ભાજપનો સમાવેશ થાય છે.
(૧) બરડીયા તા.પં. બેઠક
વિસાવદર તાલુકા પંચાયતની ૧-બરડીયા બેઠક ‘સામાન્યસ્ત્રી અનામત બેઠક' છે. જેમાં પુરુષ મતદારો : ૨૯૨૬,સ્ત્રી મતદારાઃ૨૫૦૬, કુલ મતદારો : ૫૪૩૨ છે. વિસાવદર તાલુકા પંચાયતની ૧-બરડીયા (સામાન્યસ્ત્રી) બેઠક પર કુલ : ૩ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં (૧) અંજનાબેન વિપુલભાઇ હિરપરા - ભાજપ, (૨) નયનાબેન મનિષભાઇ વઘાસિયા - આપ, (૩) લાભુબેન શામજીભાઇ સાવલીયા - કોંગ્રેસનો સમાવેશ થાય છે.
(૨) ભલગામ તા.પં. બેઠક
વિસાવદર તાલુકા પંચાયતની ભલગામ બેઠક ‘સામાન્યસ્ત્રી અનામત બેઠક' છે. જેમાં પુરુષ મતદારોઃ૨૮૮૩,સ્ત્રી મતદારો : ૨૫૯૮, કુલ મતદારો : ૫૪૮૧ છે. વિસાવદર તાલુકા પંચાયતની ૨-ભલગામ (સામાન્યસ્ત્રી) બેઠક પર ૩ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં (૧) નિર્મળાબેન જયંતીભાઇ મારુ - કોંગ્રેસ, (૨) રૂપાલીબેન કિશોરભાઇ ઉમરેટીયા - આપ, (૩) વિલાસબેન નિતેશભાઇ કોટડીયા - ભાજપનો સમાવેશ થાય છે.
(૩) ભુતડી તા.પં. બેઠક
વિસાવદર તાલુકા પંચાયતની ૩-ભૂતડી બેઠક ‘બીન અનામત સામાન્ય બેઠક' છે. જેમાં પુરુષ મતદારો : ૨૯૬૮,સ્ત્રી મતદારો : ૨૬૪૯, કુલ મતદારો :૫૬૧૭ છે. વિસાવદર તાલુકા પંચાયતની ૩-ભુતડી (બિન અનામત સામાન્ય) બેઠક પર કુલ ૩ ઉમેદવાર મેદાનમાં છે. જેમાં (૧) પિન્ટુભાઇ વલ્લભભાઇ હીરપરા - કોંગ્રેસ, (૨) શારદાબેન રતીલાલ માંગરોળીયા - આપ, (૩) હસમુખભાઇ રવજીભાઇ રાબડીયા - ભાજપનો સમાવેશ થાય છે.
(૪) ઢેબર તા.પં.બેઠક
વિસાવદર તાલુકા પંચાયતની ૪-ઢેબર‘સામાન્યસ્ત્રી અનામત બેઠક'છે. જેમાં પુરુષ મતદારો :૨૫૮૦,સ્ત્રી મતદારો : ૨૩૭૮, કુલ મતદારોઃ ૪૯૫૮ છે. વિસાવદર તાલુકા પંચાયતની ૪-ઢેબર (સામાન્યસ્ત્રી) બેઠક પર કુલ ૩ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં (૧) મુકતાબેન વળજલાલ સુખડીયા - આપ (૨) શ્રધ્ધાબેન વૈયદિપભાઈ કથીરીયા - કોંગ્રેસ (૩) સોનલબેન પ્રવિણભાઈ રંગાણી - ભાજપનો સમાવેશ થાય છે.
(૫) જેતલવડ તા.પં.બેઠક
વિસાવદર તાલુકા પંચાયતની જેતલવડની બેઠક ‘સામાજિક શૈક્ષણિક પછાત વર્ગસ્ત્રી અનામત' બેઠક છે. જેમાં પુરુષ મતદારો : ૨૫૮૫,સ્ત્રી મતદારો : ૨૨૨૨, કુલ મતદારોઃ :૪૮૦૭ છે. વિસાવદર તાલુકા પંચાયતની ૫-જેતલવડ (સા.શૈ.પછાતવર્ગસ્ત્રી) બેઠક પર કુલ ૪ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં (૧) અશ્વિનાબેન જયપાલભાઇ ચાક - ભાજપ, (૨) ગુલાબબેન હરદેવભાઇ વીકમા - આપ, (૩) જયશ્રીબેન રાજેશભાઇ વિકમા - કોંગ્રેસ, (૪) દિવાળીબેન અરવિંદભાઇ ભડક - અપક્ષનો સમાવેશ થાય છે.
(૬) કાલાવાડ તા.પં. બેઠક
વિસાવદર તાલુકા પંચાયતની કાલાવડ બેઠક ‘સામાજિક શૈક્ષણિક પછાત વર્ગસ્ત્રી' અનામત બેઠક છે. જેમાં પુરુષ મતદારો : ૨૩૦૪,સ્ત્રી મતદારો :૨૦૬૧, કુલ મતદારો ૪૩૬૫ છે. વિસાવદર તાલુકા પંચાયતની ૬-કાલાવડ (સા.શૈ.પછાતવર્ગસ્ત્રી) બેઠક પર કુલ ૩ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં (૧) કિરણબેન ભાવેશભાઇ ચાવડા - આપ, (૨) દયા જીવરાજભાઇ આંતરોલીયા - ભાજપ, (૩) નેહા રાજેશભાઇ ચણીયારા - કોંગ્રેસનો સમાવેશ થાય છે.
(૭) કાલસારી તા.પં. બેઠક
વિસાવદર તાલુકા પંચાયતની કાલસારી બેઠક‘સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ' અનામત બેઠક છે. જેમાં પુરુષ મતદારો : ૨૪૨૦,સ્ત્રી મતદારો :૨૧૨૩, કુલ મતદારો ૪૫૪૩ છે. વિસાવદર તાલુકા પંચાયતની ૭-કાલસારી (સા.શૈ.પછાતવર્ગ) બેઠક પર કુલ ૩ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં (૧) કાજલ મનુભાઇ અમીપરા - આપ, (૨) ખોડીદાસ મઘુભાઇ ચૌહાણ - ભાજપ, (૩) વિનુભાઇ ભીખાભાઇ ફાંગડીયા - કોંગ્રેસનો સમાવેશ થાય છે.
(૮) ખંભાળીયા તા.પં. બેઠક
વિસાવદર તાલુકા પંચાયતની ૮-ખંભાળીયાની બેઠક ‘સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ'અનામત છે. જેમાં પુરુષ મતદારોઃ૨૯૧૮,સ્ત્રી મતદારો : ૨૫૫૯, કુલ મતદારો ૫૪૭૭ છે. વિસાવદર તાલુકા પંચાયતની ૮-ખંભાળીયા (સા.શૈ.પછાતવર્ગ) બેઠક પર કુલ ૩ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં (૧) ભનુભાઈ ઉકાભાઈ ઝિંઝુવાડીયા - આપ, (૨) રણજીતભાઈ જેતુભાઈ વાળા - ભાજપ (૩) લક્ષ્મણભાઈ ગોવાભાઈ વાવેચા - કોંગ્રેસનો સમાવેશ થાય છે.
(૯) કોટડા મોટા તા.પં. બેઠક
વિસાવદર તાલુકા પંચાયતની ૯-કોટડા મોટા બેઠક ‘સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ'અનામત બેઠક છે. જેમાં પુરુષ મતદારો : ૨૨૮૩,સ્ત્રી મતદારો : ૧૯૮૦, કુલ મતદારોઃ ૪૨૬૩ છે. વિસાવદર તાલુકા પંચાયતની ૯-કોટડા મોટા (સા.શૈ.પછાતવર્ગ) બેઠક પર કુલ ૩ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં (૧) યજ્ઞેશગર બટુકગર ગોસાઈ - ભાજપ, (૨) વિજયભાઈ કેશવજીભાઈ લીંબાસીયા - કોંગ્રેસ, (૩) સવાઈગર લાલગર ગોસાઇ - ‘આપ'નો સમાવેશ થાય છે.
(૧૦) કોટડા નાના બેઠક
વિસાવદર તાલુકા પંચાયતની ૧૦-કોટડા નાના બેઠક ‘સામાન્યસ્ત્રી' અનામત બેઠક છે. જેમાં પુરુષ મતદારો : ૨૫૩૪,સ્ત્રી મતદારો : ૨૨૩૭, કુલ મતદારો :૪૭૭૧ છે.
વિસાવદર તાલુકા પંચાયતની ૧૦-કોટડા નાના (સામાન્યસ્ત્રી) બેઠક પર કુલ ૩ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં (૧) અરૂણાબેન ચંદ્રકાંત રફાળીયા - આપ, (૨) કીરણબેન પ્રવિણકુમાર માળવીયા - કોંગ્રેસ, (૩) હંસાબેન સુમતભાઇ હીરપરા - ભાજપનો સમાવેશ થાય છે.
(૧૧) લીમધ્રા તા.પં.બેઠક
વિસાવદર તાલુકા પંચાયતની ૧૧-લીમધ્રા બેઠક ‘અનુસૂચિત આદિજાતિ'અનામત બેઠક છે. જેમાં પુરુષ મતદારો : ૩૦૨૨,સ્ત્રી મતદારોઃ ૨૬૧૫, કુલ મતદારો ૫૬૩૭ છે. વિસાવદર તાલુકા પંચાયતની ૧૧-લીમધ્રા (અનુસૂચિત આદિજાતિ) બેઠક પર કુલ ૪ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં (૧) ગીતાબેન મઘુભાઇ બોઘરા - ભાજપ, (૨) જાગળતીબેન મનીષભાઇ ઝાલાવાડીયા - આપ, (૩) મનીષાબેન અશ્વિનભાઇ વણાર - કોંગ્રેસ (૪) સાંમતભાઇ કાળાભાઇ મેઘાણી - અપક્ષનો સમાવેશ થાય છે.
(૧૨) મોણીયા તા.પં.બેઠક
વિસાવદર તાલુકા પંચાયતની ૧૨-મોણીયા બેઠક ‘અનુસૂચિત જાતિસ્ત્રી'અનામત છે. જેમાં પુરુષ મતદારો :૨૭૭૮,સ્ત્રી મતદારો : ૨૪૦૩, કુલ મતદારો : ૫૧૮૧ છે. વિસાવદર તાલુકા પંચાયતની ૧૨-મોણીયા (અનુસૂચિત જાતિસ્ત્રી) બેઠક પર કુલ ૪ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં (૧) દુધીબેન રાજેશભાઈ રાઠોડ - કોંગ્રેસ, (૨) મંજુલાબેન મનસુખભાઈ રાઠોડ - આપ, (૩) રાજેશ્રી કેશુભાઈ મકવાણા - ભાજપ (૪) કોમલબેન રાજેશકુમાર દાફડા - અપક્ષનો સમાવેશ થાય છે.
(૧૩) મોટી મોણપરી તા.પં.બેઠક
વિસાવદર તાલુકા પંચાયતની ૧૩-મોટી મોણપરી બેઠક ‘બિન અનામત સામાન્ય' છે. જેમાં પુરુષ મતદારોઃ ૨૬૭૫,સ્ત્રી મતદારોઃ૨૩૩૬, કુલ મતદારોઃ ૫૦૧૧ છે. વિસાવદર તાલુકા પંચાયતની ૧૩-મોણપરી મોટી (બિન અનામત સામાન્ય) બેઠક પર કુલ ૩ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં (૧) ગોવિંદભાઇ પોપટભાઇ વોરા - કોંગ્રેસ, (૨) ધર્મેશ હરેશભાઇ કાનાણી - આપ, (૩) પ્રભુદાસભાઇ પરસોતમભાઇ સાવલીયા - ભાજપનો સમાવેશ થાય છે.
(૧૪) નાની મોણપરી તા.પં.બેઠક
વિસાવદર તાલુકા પંચાયતની ૧૪-નાની મોણપરી બેઠક ‘બિન અનામત સામાન્ય' છે. જેમાં પુરુષ મતદારો :૨૭૪૯,સ્ત્રી મતદારો :૨૪૭૫, કુલ મતદારો :૫૨૨૪ છે. વિસાવદર તાલુકા પંચાયતની ૧૪-મોણપરી નાની (બિન અનામત સામાન્ય) બેઠક પર કુલ ૩ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં (૧) અરવિંદભાઇ ભનુભાઇ સાંગાણી - ભાજપ, (૨) જયસુખભાઇ બીજલભાઇ ચૌહાણ - કોંગ્રેસ, (૩) દિનેશભાઇ અરજણભાઇ રામોલિયા - ‘આપ'નો સમાવેશ થાય છે.
(૧૫) પ્રેમપરા તા.પં. બેઠક
વિસાવદર તાલુકા પંચાયતની ૧૫-પ્રેમપરાની બેઠક ‘સામાન્યસ્ત્રી' અનામત બેઠક છે. જેમાં પુરુષ મતદારો : ૨૫૧૨,સ્ત્રી મતદારો : ૨૨૩૦ કુલ મતદારો : ૪૭૪૨ છે. વિસાવદર તાલુકા પંચાયતની ૧૫-ઙ્ઘેમપરા (સામાન્યસ્ત્રી) બેઠક પર કુલ ૩ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં (૧) મનીષાબેન હરેશભાઇ તળાવીયા - ભાજપ, (૨) વિજયાબેન લાલજીભાઇ કોટડીયા - કોંગ્રેસ, (૩) વીજયાબેન ગોપાલભાઇ રૈયાણી - શ્નઆપઙ્ખનો સમાવેશ થાય છે.વિસાવદર તાલુકા પંચાયતની ૧૬-સરસઈ બેઠક ‘બિન અનામત સામાન્ય' છે. જેમાં પુરુષ મતદારો :૨૪૮૩,સ્ત્રી મતદારોઃ૨૧૯૪, કુલ મતદારો : ૪૬૭૭ છે. વિસાવદર તાલુકા પંચાયતની ૧૬-સરસઇ (બિન અનામત સામાન્ય) બેઠક પર કુલ ૪ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં (૧) ગોપાલભાઈ બચુભાઈ સાવલીયા - આપ, (૨) જયદિપ રણછોડભાઈ રીબડીયા - ભાજપ, (૩) મયુર વિનુભાઈ સાવલીયા - કોંગ્રેસ, (૪) દીવ્યેશકુમાર દિનેશભાઈ વિકમા - અપક્ષનો સમાવેશ થાય છે.
(૧૭) શોભાવડલા લશ્કર તા.પં. બેઠક
વિસાવદર તાલુકા પંચાયતની ૧૭-શોભાવડલા લશ્કર બેઠક ‘બિન અનામત સામાન્ય'છે. જેમાં પુરુષ મતદારો : ૨૩૪૬,સ્ત્રી મતદારો : ૨૧૨૨, કુલ મતદારો :૪૪૬૮ છે. વિસાવદર તાલુકા પંચાયતની ૧૭-શોભાવડલા લશ્કર (બિન અનામત સામાન્ય) બેઠક પર કુલ ૪ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં (૧) ભરતભાઇ ઘીરુભાઇ કથીરીયા - કોંગ્રેસ, (૨) હસમુખભાઇ જીવરાજભાઇ બરવાળિયા - આપ, (૩) હિંમતલાલ નાનજીભાઇ સાવલીયા - ભાજપ, (૪) વજુભાઇ રણછોડભાઇ બાબરીયા - અપક્ષનો સમાવેશ થાય છે. (૩.૫)
(૧૮) વેકરીયા તા.પં. બેઠક
વિસાવદર તાલુકા પંચાયતની ૧૮-વેકરીયા બેઠક ઙ્કસામાન્યસ્ત્રીઙ્ઘ અનામત બેઠક છે. જેમાં પુરુષ મતદારો : ૨૮૯૬,સ્ત્રી મતદારો : ૨૫૩૮, કુલ મતદારો : ૫૪૩૪ છે.
વિસાવદર તાલુકા પંચાયતની ૧૮-વેકરીયા (સામાન્યસ્ત્રી) બેઠક પર કુલ ૩ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં (૧) માનસીબેન ભદ્રેશભાઇ બાબરિયા - આપ, (૨) વિલાસબેન દિલીપભાઇ હિરપરા - ભાજપ, (૩) શિલ્પાબેન યોગેશકુમાર દવે - કોંગ્રેસનો સમાવેશ થાય છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
