તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં રહીશોને પાણી ન મળતા હાલાકી
વરસાદ ન હોવાથી બોર સુકાઈ ગયા હોવાથી સ્થાનિકો માટે પાણીની સમસ્યા વિકટ બની.

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ચોમાસામાં જ પાણીનો કકળાટ શરૂ થયો. ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં રહીશોને પાણી ન મળતા હાલાકી. વરસાદ ન હોવાથી બોર સુકાઈ ગયા હોવાથી સ્થાનિકો માટે પાણીની સમસ્યા વિકટ બની. પીવા અને વપરાશના પાણીની ગંભીર અછત હોવાનો મહિલાઓનો દાવો. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોના ઘર સુધી પાણીની પાઈપલાઈન તો નાખેલી છે પરંતુ એક ટીપુ પણ પાણી લોકોના ઘર સુધી પહોંચતું નથી.
સ્થાનિકોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી કે જૂની પાણીની લાઈનનો ઉપયોગ કરીને સોસાયટીમાં તાત્કાલિક પાણી પુરુ પાડવામાં આવે. અઠવાડિયામાં પાણીની વ્યવસ્થા નહીં થાય તો રહીશોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસરનો દાવો છે કે પ્રોજેક્ટને તાંત્રિક મંજૂરી મળી ગઈ છે, ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે અને હાલની પાણીની તંગી દૂર કરવા ટેન્કર સહિતની વૈકલ્પિક વ્યવસ્થા કરવા ખાતરી આપી
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
