<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

પોરબંદરનો દરિયો બચાવવાની બિન રાજકીય લડાઇ લડવા ‘‘આપ''માંથી રાજીનામું ધર્યુ : ડો. નૂતનબેન ગોકાણી

‘‘આપ''ના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્‍યપદ ઉપરથી રાજીનામું આપીને ડો. નૂતનબેને રાજકારણમાંથી સ્‍વૈચ્‍છિક નિવૃત્તિ જાહેર કરી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૪: આમ આદમી પાર્ટીમાંથી ડો. નૂતનબેન ગોકાણીએ રાજીનામું ધરી દેતા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્‍યો છે. ડો. નૂતનબેન ગોકાણીએ આપના નેતા ઇસુદાન ગઢગીને પાઠવેલા રાજીનામા પત્રમાં જણાવેલ કે તેમના રાજીનામાના આ નિર્ણય પાછળ કોઇ વ્‍યકિતગત નારાજગી કે રાજકીય મતભેદ નથી પરંતુ પોરબંદરના દરિયાને પ્રદુષણથી બચાવવા શરૂ કરેલ દરિયો બચાવો બિન રાજકીય જનઆંદોલન માટે આપમાંથી રાજીનામું ધર્યુ છે.

ડો. નૂતનબેન ગોકાણીએ આપમાંથી આપેલા રાજીનામા પત્રમાં જણાવેલ છે કે   મારી સ્‍પષ્ટ માન્‍યતા છે કે આ આંદોલન કોઈપણ રાજકીય પક્ષ, વિચારધારા કે રાજકીય સ્‍વાર્થ સાથે જોડાયેલું ન હોવું જોઈએ. આ લડાઈ કોઈ પક્ષની નહીં, પરંતુ સમગ્ર પોરબંદરની જનતાની છે. આ જનઆંદોલનને કોઈપણ પ્રકારનો રાજકીય રંગ ન લાગે અને પોરબંદરની જનતા મારી સાથે નિઃસંકોચ જોડાઈ શકે તે હેતુથી મેં રાજકીય પક્ષ અને સક્રિય રાજકારણ બંનેથી અલગ થવાનો નિર્ણય લીધો ??.

ડો. નૂતનબેન આ પત્રમાં જણાવેલ કે હવે મારી સંપૂર્ણ પ્રતિબદ્ધતા દરિયો બચાવ અભિયાનને સમર્પિત રહેશે. પોરબંદરના દરિયાને પ્રદૂષણથી બચાવવા, પર્યાવરણનું રક્ષણ કરવા અને આ લડાઈને જનઆંદોલનનું સ્‍વરૂપ આપવા માટે હું પોરબંદરવાસીઓની સાથે રહીને સતત કાર્યરત રહીશ. રાજકીય ક્ષેત્રમાં કાર્ય કરતી વખતે પક્ષના તમામ હોદ્દેદારો, કાર્યકરો અને સાથીઓ તરફથી મળેલા સહકાર, વિશ્વાસ અને માર્ગદર્શન બદલ હું હૃદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કરું છું.

મારો આ નિર્ણય કોઈ વ્‍યક્‍તિગત નારાજગી કે રાજકીય મતભેદનું પરિણામ નથી, પરંતુ પોરબંદર પ્રત્‍યેની મારી લાગણી, જવાબદારી અને અતૂટ પ્રતિબદ્ધતાનું પરિણામ છે. રાજકારણમાંથી નિવળત્તિ લઉં છું, પરંતુ પોરબંદરના હિત માટેનો મારો સંઘર્ષ કયારેય અટકશે નહીં. કારણ કે મારા માટે રાજકારણ કરતાં પોરબંદર મોટું છે અને કોઈપણ રાજકીય ઓળખ કરતાં પોરબંદરનું ભવિષ્‍ય વધુ મહત્ત્વનું છે. તેમ ડો. નૂતનબેને આપમાંથી આપેલા રાજીનામા પત્રમાં જણાવેલ છે.

(11:47 AM IST)