તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
'સત્તા નહીં સેવાનો સંકલ્પ': જામનગરના સામાજિક અને રાજકીય અગ્રણી ધર્મેન્દ્રસિંહ જાડેજા 'હકુભા'નો જન્મદિવસ, રક્તદાન કરી આપી પ્રેરણા
ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન અને પૂર્વ રાજ્ય મંત્રીએ ઉજવણીને બદલે સેવાનો માર્ગ અપનાવ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૨ : આજે એક પરોપકારી પ્રતિભા ધરાવતા ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા 'હકુભા'નો જન્મદિવસ છે, જેમણે રાજનીતિને સત્તાનું સાધન નહીં પણ 'સેવાનો સંકલ્પ' બનાવી દીધો છે. ગુજરાત સરકારના પૂર્વ રાજ્ય મંત્રી, અમરેલી લોકસભાના પ્રભારી રહી ચૂકેલા, ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન અને જામનગરના લોકલાડીલા નેતા ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા 'હકુભા'નો આજે જન્મદિન છે.
તેઓ જન્મદિવસની ઉજવણી કરવાના બદલે દર વર્ષની માફક આ વર્ષે પણ જી. જી. હોસ્પિટલની બ્લડ બેંકમાં આવીને રક્તદાન કરીને બીજાને પણ રક્તદાન કરવા પ્રેરણા આપી હતી. હરહંમેશા પ્રજાના સુખ-દુઃખના સાથી બનીને, પ્રજાની વચ્ચે ખડેપગે ઊભા રહેતા તેઓ સાચા જનસેવક છે. એક એવા સાચા લોકનેતા, જેનાથી નાનામાં નાનો માણસ પણ પરિચિત છે અને દિલથી જોડાયેલો છે.
તેઓ હંમેશા લોકોની વચ્ચે રહે છે. તેમની સાદગી, સહજતા અને સામાન્ય માણસ માટેની ઉપલબ્ધતા હંમેશાં પ્રેરણાદાયી રહી છે. શિક્ષણ અને સમાજ સેવાના ક્ષેત્રે ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આપ જે ભગીરથ કાર્ય કરી રહ્યા છો, તે આવનારી પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યું છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
