<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

જુનાગઢ એન. બી. કાંબલીયા વિદ્યાલયના શિક્ષક વિરાભાઇ રાવલીયાનો નિવૃતી વિદાય સમારોહ

જુનાગઢઃ જુનાગઢની એન. બી. કાંબલીયા વિદ્યાલયના આદર્શ શિક્ષક વિરાભાઇ એરાવલીયા વય મર્યાદાના કારણે નિવૃત થતા તેનો વિદાય સમારંભ વંથલી રોડ પર આવેલ ગિરીરાજ હોટલ ખાતે આચાર્ય કુસુમબેન બારીયા અને નાલંદા વિદ્યાલયના ટ્રસ્‍ટી હમીરભાઇ રાવલીયાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયો હતો. કાર્યક્રમનું સંચાલન નાલંદા વિદ્યાલયના આચાર્ય વી. એમ. સોસાએ કર્યું હતું અને જણાવ્‍યું હતું કે વિરાભાઇએ ૧૯ વર્ષ સુધી નાલંદા વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવી અને ત્‍યાંથી અન્‍ય શાળામાં ફરજ નાલંદામાં ફરી આવ્‍યા અને ત્‍યારબાદ ફરીથી ફાજલ થવાની પરિસ્‍થિતિ સર્જાતા કાંબલીયા વિદ્યાલયમાં મુકાયા અને નાલંદાથી લઇ કાંબલીયા સુધી તેમની કર્મયાત્રા નોંધપાત્ર રહી છે. કાંબલીયા વિદ્યાલયનો સ્‍ટાફ દ્વારા વિરાભાઇનું શાલ ઓઢાડી પુષ્‍પગુચ્‍છ આપી વિદાય આપેલ તેમજ નાલંદા વિદ્યાલયના ટ્રસ્‍ટી હમીરભાઇ રાવલીયા આચાર્ય વી. એમ. સોસા તથા પી. વી. કોરડીયા, ડી. આર. અખેડ, કરંગીયા અરવિંદભાઇ, ડાંગર પી. એન., એમ. બી. રાઠોડ, વાઢેર ડી. એમ., ડી. જે. મોરી, અમિત માખેસણા, માધુરીબેન ભુત, હમીરભાઇ બામરોટીયા, શારદાબેન ડાંગર, બી. ટી. ભાડજા મુછાળ એડી. અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી, વાછાણી રસિકલાલ તથા મુકેશ વાછાણી વગેરેએ મોમેન્‍ટો આપી નિવૃતીની શુભેચ્‍છા પાઠવી હતી. (અહેવાલ-વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા)

(12:51 PM IST)