News of Wednesday, 13th May 2026
પૂ.મુક્તાનંદ બાપુના પ્રાગટય દિનને લોકસેવા સાથે ઉજવાશે
ચાંપરડા થી જય અંબે મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પીટલ દ્વારા તા.૧૭મે થી ૧૬ જૂન સુધી આખો માસ તમામ સેવા ફ્રી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૧૨: આગામી તા.૧૭મે ને રવિવારના રોજ અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ અને શ્રી પંચઅગિ્ન અખાડાના અભાપતિ પૂ.મુક્તાનંદજી મહારાજના ૬૮મો પ્રાગટય દિન છે. પૂ.મુક્તાનંદ બાપુના પ્રાગટય દિને સૌરાષ્ટ્ર ગુજરાત તેમજ દેશ વિદેશના અનુયાયો દ્વારા રક્તદાન કેમ્પ સહિત વિશ્વ સેવાકીય કાર્યો સાથે ઉજવનાર છે. ત્યારે ચાંપરડા ખાતે પૂ.મુક્તાનંદબાપુ સ્થાપિત શ્રી જય અંબે મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલ દ્વારા ૧૭મે થી પૂ.બાપુના પ્રગટય દિવસને ૧૬જૂન સુધી ૧ માસ માટે તમામ સેવા ફ્રી આપવામાં આવશે. જેમાં ઓપીડી આઈપીડી એકસરે ઉપરાંત ડાયાલીસીસ સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટ તેમજ સીટી સ્કેન ઈમરજન્સી સારવાર પીએમ-જેએયુ કાર્ડ હોસ્પિટલમાં થતા ફ્રી સારવાર મોતિયાના ઓપરેશન ફ્રી દર્દી તેમજ સગા સંબંધી માટે જમવા રહેવાની સુવિધા ફ્રી, નોર્મલ ડીલીવરી ફ્રી અને મેડીકલ સ્ટોરમાં તમામ દવાઓમાં ૭૦ ટકા રાહત આપવામૉ આવશે. આમ માનવસેવા એજ પ્રભુ સેવા માટે અવતરેલ પૂ.મુક્તાનંદ બાપુ દ્વારા અનેકવિધ સેવાની ઘણી આપી છે. છેલ્લા ચાર દાયકાથી સેવા અવિરત પણ ચાલુ રાખી છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
