<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો :સાવરકુંડલા પંથકમાં વરસાદી માહોલ જામ્યો

કાના તળાવ, હાથસણી, નેસડી અને ધજડી સહિતના આસપાસના ગામડાઓમાં વરસાદ

 અમરેલી જિલ્લામાં આજે રવિવારે બપોર બાદ વાતાવરણમાં આવેલા અચાનક પલટા સાથે અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરી છે. લાંબા સમયથી ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહેલા જિલ્લાવાસીઓને આજે આ વરસાદે મોટી રાહત અપાવી છે.

 સૌથી વધુ અસર સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી હતી. અહીં બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ત્યારબાદ મેઘરાજાનું આગમન થયું હતું. સાવરકુંડલાના કાના તળાવ, હાથસણી, નેસડી અને ધજડી સહિતના આસપાસના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો ક્યાંક અનરાધાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

 ચાલુ વર્ષે ખેતી માટે વરસાદ ખૂબ જ મહત્વનો છે. વાવણીના સમયગાળા દરમિયાન થયેલા આ સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો માની રહ્યા છે કે, આ વરસાદ પાક માટે ‘સંજીવની’ સમાન સાબિત થશે. ખેતરોમાં પાણી ભરાતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં ધરતીપુત્રોના ચહેરા પર રોનક જોવા મળી હતી

(8:45 PM IST)