તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
ભાવનગરના નિવૃત વિસ્તરણ અધિકારી દ્વારા “એક નાનું બીજ થકી કાઠિયાવાડને ફરી હરિયાળું બનાવવાનો સંકલ્પ”
વડ, પીપળા, લીમડા અને દેશી બોર જેવા વૃક્ષોના બીજ એકત્ર કરી પડતર જમીનમાં વાવવાની અપીલ કરતાં નિવૃત વિસ્તરણ અધિકારી

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગરના નિવૃત વિસ્તરણ અધિકારી કલ્પેશભાઈ ભટ્ટ એ જાણે કે એક નાનું બીજ થકી કાઠિયાવાડને ફરી હરિયાળું બનાવવાનો સંકલ્પ લીધો હોઈ એમ એક-એક બીજ એકત્ર કરીને સિડબોલ બનાવીને હરિયાળી કઈ રહ્યા છે. સતત ત્રણ વર્ષ થી કલ્પેશ ભાઈ ભટ્ટ વિસ્તરણ અધિકારી તરીકે ની ફરજ બજાવતા બજાવતા બીજ એકત્ર કરીને ભાળ વિસ્તારમાં સેડબોલ નો છંટકાવ કરી રહ્યા છે.
કલ્પેશ ભાઈ ભટ્ટ જણાવે છે કે કાઠિયાવાડના રસ્તાઓ પર ફરતાં વડ, પીપળો, લીમડો, શીમળો અને દેશી બોર જેવા અનેક દેશી વૃક્ષોના દર્શન થાય છે.આ વૃક્ષો માત્ર હરિયાળી જ નથી લાવતા, પરંતુ મુસાફરોને છાયા, પ્રાણવાયુ અને પ્રકૃતિનો અમૂલ્ય આશીર્વાદ પણ આપે છે. વર્ષો પહેલાં કોઈ અજાણ્યા વ્યક્તિએ વાવેલા નાનકડા બીજ આજે વિશાળ વૃક્ષ બની હજારો લોકોને લાભ આપી રહ્યા છે.
હાલ ઘણા વૃક્ષોમાં ફળ આવવાની શરૂઆત થઈ છે. સામાન્ય રીતે લોકો ફળ ખાઈ તેના બીજ કચરામાં ફેંકી દે છે. પરંતુ જો આ બીજને સંભાળી યોગ્ય જગ્યાએ વાવી દેવામાં આવે તો તે ભવિષ્યમાં વિશાળ વૃક્ષ બની શકે છે. આ વિચાર સાથે હાલ વડ, પીપળા, બોર સહિત વિવિધ દેશી વૃક્ષોના બીજ એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
કમર કાકડી, બોર જેવી દેશી વનસ્પતિઓના બીજ ભેગા કરવામાં મદદ કરનાર મિત્રો અને કાર્યકર્તાઓનો પણ આ અભિયાનમાં મહત્વનો સહયોગ મળી રહ્યો છે. આવા નાના પ્રયાસો સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો મહત્વનો માર્ગ બની શકે છે.
કલ્પેશભાઈ ભટ્ટ સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ અને ફેક્ટરી માલિકોને પણ અપીલ કરે છે કે તેઓ પોતાના વિસ્તારનો થોડો ભાગ દેશી વૃક્ષોના વિકાસ માટે ફાળવે. જો દરેક ઉદ્યોગ અને સંસ્થા પોતાના પરિસરમાં થોડા વૃક્ષો ઉછેરે તો સમગ્ર વિસ્તારમાં હરિયાળી વધારી શકાય.
ભાવનગર તત્કાલી દીર્ઘદ્રષ્ટિ ધરાવતા રાજવીઓએ ભાવનગરને વિક્ટોરિયા પાર્ક અને પીલ ગાર્ડન જેવી અમૂલ્ય ભેટ આપી છે વેળાવદર બિડ... હાથબ બંગલો પણ પ્રકૃતિ સંરક્ષણના ઉત્તમ ઉદાહરણ છે બસ પ્રયાસ આપણે એને આગળ ધપાવવાનો છે
શું કરી શકાય સરળ પ્રયાસ?
* ફળ ખાધા પછી તેના બીજ કચરામાં ન ફેંકો
* બીજને ભેગા કરી કાગળમાં સાચવો
* શહેર બહાર કે પડતર જમીનમાં દાટી દો
* ચોમાસા પહેલા આ કામ વધુ અસરકારક બને છે
નાનું પગલું… પણ પ્રકૃતિ માટે મોટું યોગદાન, પ્રકૃતિની સેવા માટે મોટા સાધનોની જરૂર નથી. એક નાનકડું બીજ અને તેને વાવવાનો સંકલ્પ, આજનું બીજ આવતીકાલે હજારો લોકોને છાયા આપી શકે. આ બીજ એકત્ર કરવાના અભિયાનમાં જોડાવવા માટે કલ્પેશ ભાઈ ભટ્ટ મો. 99049 92046 પર માત્ર મેસેજથી સંપર્ક કરીને આપની પાસે મોટા જથ્થામાં રહેલા બીજ આપી શકો છો.
જ્યારે પણ ફળ ખાવો ત્યારે તેના બીજને કચરામાં ફેંકવાને બદલે સાચવો અને યોગ્ય જગ્યાએ વાવી દો. કદાચ આજનું એક નાનું બીજ આવતીકાલે કોઈ મુસાફરને છાયા આપશે, પક્ષીઓને માળો આપશે અને પ્રકૃતિનો આશીર્વાદ બની રહેશે. નાનકડું બીજ… ભવિષ્ય માટેનું મોટું વૃક્ષ બનશે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
