તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
સુરેન્દ્રનગર પાસે કાર અથડાતા રિક્ષાનો ભૂક્કોઃ મુસાફરો રસ્તા ઉપર ફંગોળાયાઃ મહિલાનું મોતઃ ત્રણની હાલત ગંભીર

વઢવાણ તા.૧૨: બપોરના સમયે મેમકા નજીકના હાઈવે પર એક પેસેન્જર ભરેલી રીક્ષા પસાર થઈ રહી હતી. તે દરમિયાન સામેથી પૂરઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા સાથે ધડાકાભેર અથડામણ સર્જાઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે રીક્ષાના ફુરચા ઉડી ગયા હતા અને રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રીક્ષામાં સવાર મુસાફરો રોડ પર ફંગોળાયા હતા.
આ અકસ્માતમાં ૫૦ વર્ષીય મકવાણા ગીતાબેન નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે રીક્ષામાં સવાર અન્ય ૬ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતા વઢવાણ પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તબીબોના જણાવ્યા અનુસાર, ત્રણ લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, મળતક મહિલા ગીતાબેનના મળતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મળતકના પરિવારજનોને જાણ થતા તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.(૨
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
